અંબાજી : ભાદરવી ના અગાઉ તંત્ર ના નાટકો, વેપારીઓને ખોટા હેરાન કરાય છે

0
115
ગુજરાત નું નંબર વન શક્તિપીઠ અંબાજી ના ગુણગાન આખા વિશ્વ મા થઇ રહ્યા છે ,વર્ષે દહાડે લાખો – કરોડો માઈ ભક્તો પોતાની આસ્થા અને શ્રદ્ધા અંબાજી માતાજી મા રાખી અને  વિશ્વાસ રાખી અંબાજી ધામ આવે છે પણ તેમને અહીં  કોઈજ સુવિધાઓ મળતી નથી ,ગુજરાત ના અન્ય યાત્રાધામો મા મળતી સુવિધાઓ આ ધામ મા મળતી નથી અને અહીં આવતા માઈ ભક્તો ને ભારે હેરાન પરેશાન થવુ  પડે છે ,અંબાજી ધામ મા સૌથી મોટો પ્રાણ પ્રશ્ન ટ્રાફિક અને સફાઈ નો છે આ સિવાય અન્ય નાના નાના પ્રશ્નો ઠેર ના ઠેર છે ,અંબાજી ધામ ની સૌથી મોટી નબળાઈ એ છે કે આ ધામ પ્રત્યે જેવું વર્તન ભાદરવી મેળા સમય રાખવામા આવે છે તેવુ આખા વર્ષ દરમિયાન રાખવામાં આવતું નથી ,હવે  ભાદરવી મહામેળા ને શરુ થવા ના આડે હવે ગણતરી ના દિવસો બાકી રહ્યા છે ત્યારે હવે વહીવટી તંત્ર તરફથી દબાણ હટાવવા માટે નવા નવા નાટકો શરુ કરાતા વેપારીઓ ભારે હેરાન પરેશાન થઇ રહ્યા છે.
[1] વરસાદ અને તડકા થી બચવા દુકાન ધારકો છજા અને પાટ મૂકે છે
  અંબાજી ધામ મા કાયદેસર દુકાનો ધરાવતા વેપારીઓને ભાદરવી મહામેળા અગાઉ બહાર થી આવતી ટીમો દ્વારા હેરાન પરેશાન  કરાય છે તેવો આરોપ વેપારીઓ મૂકી રહ્યા છે ,અંબાજી ના નાના – મોટા વેપારીઓ પોતાના દુકાન આગળ નાના નાના પાટ અને ઉપર વરસાદ થી બચવા છજા 3 ફૂટ નું લગાવે છે તો પણ તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે ,જયારે સાચું દબાણ કરતા લોકો ને હેરાન કરવામાં આવતા નથી આમ વહીવટી તંત્ર ની ભેદભાવ ની ભૂમિકા અહીં જોઈ શકાય છે ,કલેક્ટર અને પ્રાંત અધિકારી આવા અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપી ને કહે કે દબાણ હટાવો પણ સાચું દબાણ પહેલા હટાવો
[2] દર્શન પથ  આગળ બારેમાસ ગેર કાયદેસર દબાણ ,અંબાજી મંદિર ના ચેરમેન ના જાહેરનામા નું પાલન થતું નથી
    અંબાજી બસ સ્ટેન્ડ થી લઇ શક્તિદ્વાર સુધી ના માર્ગ ઉપર  દર્શનપથ બનાવવામાં આવેલ છે અને આ માર્ગ બનાવવાનો મુખ્ય ઉદેશ્ય એ હતો કે માઈ ભક્તો અહીંથી માતાજી ના દર્શન કરવા સરળતાથી જઈ શકે પણ હાલ આ માર્ગ ઉપર બારેમાસ ગેર કાયદેસર દબાણો પાથરણા વાળા કરી રહ્યા છે, આ બાબતે અંબાજી ભાજપ શહેર પ્રમુખ ઈન્દરલાલ ગુર્જર તરફથી એ અંબાજી મંદિર ના વહીવટદાર ને લેખિત જાણ કરી આ  માર્ગ ખુલ્લો કરવાની અરજી કરી હોવા છતાં કેમ વહીવટી તંત્ર આ દબાણ હટાવતું નથી અને ખાલી 2-3 ફૂટ છજા  બહાર કાઢતા નિર્દોષ વેપારીને હેરાન કરવામાં આવી રહ્યા છે
[3] બનાસકાંઠા ના કલેક્ટર ને કેમ વર્ષ મા એકજ વાર અંબાજી ના મહોલ્લાઓ અને સોસાયટીઓ દેખાઈ છે
અંબાજી ખાતે ભાદરવી મહાકુંભ મા સાત દિવસ મા લગભગ 30 -32 લાખ માઈ ભક્તો અંબાજી ધામ મા આવે છે તેમની સુરક્ષા અને જવાબદારી વહીવટી તંત્ર ની હોય છે ત્યારે અંબાજી મા સફાઈ કામદારો ની ફોજ ઉતારવામાં આવે છે અને અંબાજી ને સ્વર્ગ ભુમી બનાવવાના પ્રયાસો હાથ ધરાય છે પણ આખા વર્ષ દરમિયાન કેમ આવા  કામો વહીવટી તંત્ર હાથ ધરતુ નથી ,શું 7 દિવસ અંબાજી મા આવતા માઈ ભક્તો ની જ જવાબદારી વહીવટી તંત્ર  ધ્યાને લે છે તો પછી સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે અંબાજી ના વિવિધ વિસ્તારો મા વસતા ગરીબ અને બીજા લોકો આખા વર્ષ દરમિયાન ગંદકી અને રોગચાળા થી હેરાન થઇ રહ્યા છે તો તેમની સુરક્ષા માટે કેમ કોઈ અધિકારી ફરકતા નથી આવા 1 દિવસ મહોલ્લા માં ફરી શું સફાઈ અભિયાન અને પાયાના પ્રાણ પ્રશ્નો હલ થઇ જશે તે બાબત કલૅક્ટર સાહબ એ અંબાજી ના હીત  મા વિચારવી
[4] ભાદરવી મહામેળા મા બહાર થી આવતા અધિકારીઓ ગ્રામજનો સાથે શોભનીય વર્તન કરતા નથી
અંબાજી ના વેપારીઓનો આરોપ છે કે 7 દિવસ ના મેળા અગાઉ અંબાજી ખાતે વિવિધ અધિકારીઓ ની ટીમો ને ટીમો અહી આવે છે જે મોટા ભાગના બહાર નાં હોવાથી અંબાજી ના સ્થાનિક વેપારીઓ સાથે શોભનીય વર્તન કરતા નથી તેવા આરોપો અવાર નવાર લાગે છે
[5] તાલુકા પંચાયત જ ફૂટપાથ ઉપર માઇ ભકતો ને ચાલવાની જગ્યા ઉપર ગેર કાયદેસર પ્લોટો પાડી દબાણ કરાવે છે
  અંબાજી ખાતે ભાદરવી મહામેલા  અગાઉ ચાલવાની ફૂટપાથ વાળી જગ્યા આખું વર્ષ ખુલ્લું રહે છે, પણ સાત દિવસ ના મેળા મા અંબાજી ખાતે આવતા માઇ ભકતો જે જગ્યા યે ચાલે છે તે જગ્યા ઉપર તાલુકા પંચાયત ગેર કાયદેસર પ્લોટો પાડી રૂપિયા લે છે, આ દબાણ કેમ અધિકારીઓ દેખતા નથી, અને અંબાજી ના દુકાન આગળ નાના નાના છજા રાખતા વેપારીઓને હેરાન કરવા યોગ્ય નથી.
રિપોર્ટર : મહેશ સેનેમા, CN24NEWS, અંબાજી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here