અંબાજી: બનાસકાંઠામાં વરસાદ ખેંચાતા ગરમીનો ઉકળાટ વધતા પ્રજાજનો પરેશાન થઇ રહ્યા છે. જેને લઇ વરૂણ દેવને રિઝવવા છેલ્લા ઘણા વર્ષોથી અંબાજીવાસીઓ દ્વારા ગામ ઉજાણી, હોમ હવન અને મહાદેવજીના મંદિરમાં શિવલીંગને પાણીમાં ડૂબાડવામાં આવે છે. ત્યારે આજે પણ વર્ષોથી ચાલતી આવતી પરંપરા મુજબ અંબાજીવાસીઓ અને વેપારીઓ દ્વારા વનભોજન, હોમહવન અને શિવલિંગનને પાણીમાં ડુબાડી મેઘરાજાને રિઝવવામાં આવશે.
ગ્રામ પંચાયતના સરપંચે બજાર બંધ રાખવા જણાવ્યું
વરસાદ ખેંચાતાં અંબાજીના બજારો બંધ રાખવાનો ફરમાન ગ્રામપંચાયતના સરપંચએ કર્યો છે. ગતવર્ષની સરખામણીએ ચાલુ વર્ષે અંબાજી પંથકમાં વરસાદ નહિવત થયું છે. જેને લઇ પાણીના તળ પણ વધુ ઊંડા જતા પીવાના પાણીની સમસ્યા સર્જાય તેવા એંધાણ છે. જેને લઈ અંબાજીના તમામ બજારો, શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખી ગામ ઉજાણી કરવાનો નિર્ણય લેવાયો છે. અંબાજી સરપંચ દ્વારા લેખિત આદેશ કરી શૈક્ષણિક સંસ્થાઓ, વેપારીઓને બજારો બંધ રાખવા અપીલ કરાઈ છે. જોકે અંબાજીમાં એક એવી પરમ્પરા જોવા મળી છે કે ગામ ઉજાણીમાં લોકો વન ભોજન કરી તથા હોમ હવન અને મહાદેવજીના મંદિરમાં શિવલિંગને પાણીમાં ડુબાડી રાખવાથી વરસાદની પધરામણી થતી હોવાનું સરપંચ કલ્પનાબેન પટેલએ જણાવ્યું હતું. વરૂણ દેવને રીઝવવા માટે ડોક્ટરો પણ પોતાની હોસ્પિટલો બંધ રાખી પ્રાર્થના કરશે.
Array
બનાસકાંઠા : વરસાદ ન પડતા બંધનું એલાન, વરુણદેવને રિઝવવા આજે અંબાજીમાં ઉજાણી
- Advertisement -
- Advertisment -