બનાસકાંઠા : ડીસા માં ૧૫ લાખની સિગારેટ ચોરીની ઘટના, તસ્કરો સીસીટીવી માં કેદ

0
62
ડીસાના શિવ પ્લાઝા શોપીંગ સેન્ટરમાં ગોળી બિસ્કિટ અને સિગારેટનું વેચાણ કરતા વેપારી રજનીભાઈ ભરતભાઈ ઠક્કર ની દુકાન ને તસ્કરોએ નિશાન બનાવી હતી તસ્કરોએ તાળા તોડીને રૂપિયા ૧૫.૪૩ લાખની સિગરેટ ના કાર્ટૂન ચોરી ગયા હતા તસ્કરોએ ચોરી કરતા પહેલા દુકાન બહાર લગાવેલા ત્રણ અને ભોયરામાં લગાવેલા એક કેમેરાને ફેરવી નાખ્યો હતો પરંતુ એક કેમેરામાં ગોડાઉનમાં પ્રવેશીને સિગરેટ ભરેલા 15 કાર્ટુનો ચોરી જતો શખ્સ સીસીટીવી માં કેદ થઈ ગયો હતો આ અંગે દક્ષિણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠાના ડીસામાં ચોરીની ઘટના
તસ્કરોએ ચોરી ૧૫ લાખની સિગારેટ
 સી.સી.ટીવી, ફૂટેજ
ચોરી કરવા આવેલા તસ્કરો સીસીટીવીમાં કેદ
ડીસા પોલીસે આઠ દિવસ બાદ નોંધી ફરિયાદ
રિપોર્ટર : મિતેષ શાહ, CN24NEWS, ડીસા, બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here