Sunday, January 23, 2022
Homeબનાસકાંઠા : ગામડાની દૂધ મંડળીઓ ઉપર પશુપાલકોના કોરોના ટેસ્ટ શરૂ કરાયા
Array

બનાસકાંઠા : ગામડાની દૂધ મંડળીઓ ઉપર પશુપાલકોના કોરોના ટેસ્ટ શરૂ કરાયા

બનાસકાંઠા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે. ત્યારે પશુપાલકોની ચિંતા કરી અને ગામડાની દૂધ મંડળીઓ ઉપર પશુપાલકોના કોરોના ટેસ્ટ શરૂ કરાયા છે. ગામડાઓની દૂધ મંડળી ઉપર આરોગ્ય વિભાગની ટીમ દૂધ ગ્રાહકોના અને પશુપાલકોના રેપિડ એન્ટીજન અને આરટીપીસીઆર ટેસ્ટ કરી રહી છે.

જિલ્લામાં દિનપ્રતિદિન કોરોનાનું પ્રમાણ વધી રહ્યું છે. જેને લઇને બનાસ ડેરી અને આરોગ્ય વિભાગે જિલ્લાની દૂધ મંડળી ઉપર દૂધ ગ્રાહકોના કોરોના ટેસ્ટ કરવાનું શરૂ કર્યું છે. જો કોઈ ગ્રાહક સંક્રમિત હોય તો તેને યોગ્ય સારવાર મળી રહે તે આશયથી આ ટેસ્ટ શરૂ કરો કરાયા છે. જે પ્રકારે બનાસકાંઠામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. દર્દીઓમાં પણ વધારો થઇ રહ્યો છે. તથા મોતના આંકડા પણ વધી રહ્યાં છે.

જેને લઇને આરોગ્ય વિભાગે દરેક દૂધ મંડળી પર ટેસ્ટ પ્રક્રિયા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. દૂધ મંડળીઓ ઉપર કોરોના ટેસ્ટને પશુપાલકો સરાહનીય પગલું ગણાવી રહ્યા છે. જો કોઈ પશુપાલક સંક્રમિત હોય તો તેને સારવાર પણ મળે અને યોગ્ય ડિસ્ટન્સ પણ જળવાઈ રહે છે. જે હેતુથી ગામડાઓની દૂધ મંડળી ઉપર આરોગ્ય વિભાગની ટીમ દૂધ ગ્રાહકોના અને પશુપાલકોના રેપિડ એન્ટીજન અને આરટીપીસીઆર ટેસ્ટ કરી રહી છે.

પશુપાલકો પણ કોરોના સંક્રમણને લઈને જાગૃત છે અને આરોગ્ય વિભાગના અને બનાસડેરીની આ પહેલને પશુપાલકો આવકારી રહ્યાં છે. વધુ લોકો અથવા વધુ પશુપાલકો વધુ ગ્રાહકો સંક્રમિત ન થાય અને યોગ્ય સારવાર મળી રહે જેને લઇને પશુપાલકો પણ ટેસ્ટિંગ પ્રક્રિયામાં રસ દાખવી અને ટેસ્ટ કરાવી અને આરોગ્ય વિભાગને બનાસ ડેરીને સહકાર આપી રહ્યાં છે.

ખાસ કરીને મહિલા પશુપાલકોએ વેક્સિનના બે ડોજ લીધા હોવા છતાં ટેસ્ટ કરાવી અન્ય પશુપાલકોને પ્રેરણા આપી રહ્યાં છે. બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ દૂધ ગ્રાહકોને અને પશુપાલકોને પણ અપીલ કરી છે કે દરેક ગ્રાહક પશુપાલક દૂધ મંડળી પર કોરોનાના ટેસ્ટ કરાવે. જેથી કોઈ પશુપાલક અથવા દૂધ ગ્રાહક સંક્રમિત હોય તો તેને સારવાર પણ મળી રહે જો કે પશુપાલકોને ખર્ચની ચિંતા કરવાની પણ જરૂર નથી. જે પ્રકારે જિલ્લામાં પશુપાલકોની ચિંતા કરી અને બનાસ ડેરી અને આરોગ્ય વિભાગે ટેસ્ટ કરવાનું નક્કી કર્યું ટેસ્ટ પણ શરૂ કર્યા છે. ત્યારે ખર્ચની પણ ચિંતા કરવાની પશુપાલકોની જરૂર નથી. બનાસડેરી પશુપાલકોનો મહદંશે ખર્ચ પણ ઉઠાવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular