ડીસા તાલુકા ના થેરવાડા ગામ ના ખેતરમાં કેબલ ચોરી કરતી ગેંગ ઝબ્બે

0
136
ડીસા તાલુકાના થેરવાડા  ગામે છેલ્લા ઘણા સમયથી ખેડૂતના ખેતરમાંથી ઈલેક્ટ્રીક વાયરોની ચોરી થતી હતી જે અંગે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા  ઇલેક્ટ્રિક વાયરોની ચોરી કરતી ગેંગને ઝડપી લીધી હતી.
ડીસા તાલુકાના થેરવાડા  ગામે છેલ્લા ઘણા સમયથી કોઈ અજાણ્યા ઈસમો દ્વારા ખેડૂતોના ખેતરમાંથી ઇલેક્ટ્રિક વાયરોની ચોરી કરી પલાયન થઈ જતા હતા. થેરવાડા  ગામમાં રહેતા વિરાભાઈ દેવજીભાઈ ચૌધરીના ખેતરમાં કોઈ અજાણ્યા ત્રણ ઇસમો આવ્યા હતા.જેના પર શંકા જતા વિરાભાઈ ચૌધરીએ પીછો કરતા તેઓ નાસી છૂટયા હતા.જોકે આ મામલે તેઓએ ગ્રામજનોને જાણ કરી હતી બાદમાં ગામના એક દુકાનમાં સીસીટીવી કેમેરાના આધારે આ ત્રણ લોકો કોણ છે તેની ઓળખ થવા પામી હતી.જેથી ગ્રામજનોએ તપાસ કરી આ ત્રણે શખ્સોને લૂમખા તળાવ પાસેથી ઝડપી લઈ પોલિસને જાણ કરી હતી.જેથી પોલીસે આ ગુનામાં સંડોવાયેલ  નટુજી જગતુંજી ઠાકોર રહે ભડથ  પુનમજી જવાનજી ઠાકોર રહે બુરાલ તથા  રાજુભાઇ અમથાભાઈ ઠાકોર  રહે વિઠોદર પાસેથી  1825 ના ઇલેક્ટ્રિક વાયરો નો મુદ્દામાલ ઝડપી લીધા હતા અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
રિપોર્ટર : મિતેષ શાહ, CN24NEWS, ડિસા, બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here