Wednesday, January 19, 2022
Homeગુજરાતબનાસકાંઠા : દરેક સ્નાતક વિદ્યાર્થિનીઓ આપી શકે તેવી માંગ

બનાસકાંઠા : દરેક સ્નાતક વિદ્યાર્થિનીઓ આપી શકે તેવી માંગ

બનાસકાંઠા જિલ્લાની બહેનો તેમજ વિદ્યાર્થિનીઓએ મુખ્યસેવિકાની પરીક્ષા અગાઉની જેમ દરેક સ્નાતક વિદ્યાર્થિનીઓને આ પરીક્ષા આપવા માટેની તક આપવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટરને રજૂઆત કરી હતી.

 

બનાસકાંઠા જિલ્લામાં મુખ્ય સેવિકાની શૈક્ષણિક લાયકાતના ફેરફાર માટે વિદ્યાર્થિનીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપી ફેરફાર કરવા રજૂઆત કરી છે. જેમા મુખ્ય સેવિકાની પરીક્ષામાં અત્યાર સુધી સ્નાતક કક્ષાની લાયકાત પર લેવાતી હતી. કોઈપણ સ્નાતક બહેનો પરીક્ષા આપી શકતી હતી, પરંતુ તારીખ 27- 12- 2021 ના પંચાયત વિભાગ દ્વારા અચાનક જ એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો.

આ પરિપત્ર મુજબ ફક્ત હોમ સાયન્સ અને ચાઈલ્ડ ડેવલોપમેન્ટનો કોર્ષ કરેલી બહેનો જ પરિક્ષા આપી શકશે બીજી કોઈ વિદ્યાર્થિનીઓ પરીક્ષા માટે લાયક ગણાશે નહીં, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ભૂતકાળમાં જે પરીક્ષા લેવાઈ હતી. જેમાં કોઈ પણ સ્નાતકની જ લાયકાત દર્શાવતી હતી. ફોર્મ ભરવાનો સમય નજીક છે ત્યારે આ લાયકાતનો બદલાવ કરવો યોગ્ય ન કહેવાય ગુજરાતની ઘણી વિદ્યાર્થિનીઓ મુખ્ય સેવિકાની બે-ત્રણ વર્ષથી તૈયારી કરી રહી છે કોરોનાના કારણે ભરતી મોડી થઈ રહી છે હવે ભરતીના સૌથી છેલ્લા સમયે પણ લાયકાત જ બદલી નાખવામાં આવે તો આટલા વર્ષોની મહેનત પર પાણી ફરી વળશે. જેથી કલેક્ટરને જિલ્લાની બહેનો અને વિદ્યાર્થિનીઓએ આવેદનપત્ર પાઠવી વિનંતી કરી કે અગાઉની જેમ જ દરેક સ્નાતક બહેનોને આ પરીક્ષા આપવા માટે તક આપવામાં આવે તેવી માંગ કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular