પૈસાથી બધું થઈ શકે છે એ વાત તો માત્ર આટલા દિવસ સાંભળી હતી પરંતુ આજે તો આ વાત સાબિત થઈ ગઈ કેમકે ધાનેરાના રહેણાંક વિસ્તાર નજીક સીએનજી પમ્પ બનાવવામાં આવ્યો હતો આપ પંપ રહેણાંક વિસ્તાર નજીક હોવાથી આ વિસ્તારના લોકોએ તંત્રને આવેદનપત્ર પણ આપ્યું હતું તો બીજી તરફ પંપના માલિક એ પાલિકાની મંજૂરી વગર પંપ બનાવતા પાલિકાએ પણ નોટિસ ફટકારી હતી પરંતુ લોકોનો આવેદનપત્ર અને પાલિકાની નોટિસ પાણીમાં ગઈ હોય તેવું લાગી રહ્યું છે અને આ પંપ માલિકે બિન્દાસ થી સીએનજી પંપ ચાલુ કરી દીધો જોઈએ શું છે સમગ્ર મામલો
ધાનેરા ડીસા હાઈવે ઉપર રહેણાંક સોસાયટી નજીક એક સીએનજી પમ્પ બનાવવામાં આવે તો સીએનજીપંપ બનાવતા આજુબાજુના લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી અને આજુબાજુના લોકોએ ધાનેરા મામલતદાર તેમજ તંત્રને આવેદનપત્ર પણ આપ્યું હતું આ પંપ ની આજુબાજુ રહેણાક વિસ્તાર આવેલો છે અને તેની બાજુમાં શાળા પણ આવેલી છે આમ જોવા જઈએ તો રહેણાક નજીક પેટ્રોલ પંપ કે સીએનજી પમ્પ બનાવી શકાતો નથી ત્યારે લોકોએ તેમની વેદના સરકાર સમક્ષ મૂકી હતી અને સરકારે કાયદેસરની કાર્યવાહી કરવાની ખાત્રી પણ આપી હતી તો બીજી તરફ બનાવનારે પાલિકાની મંજૂરી વગર પંપ બનાવી દેતા ધાનેરા નગરપાલિકા એ પણ બનાવનારને નોટિસ ફટકારી હતી અને ૫૦ ટકા રકમ વસૂલ કરી પંપ ચાલુ કરવાની જાણ કરી હતી પરંતુ આપ પંપ માલિકે જાણે પોતાની મનમાની કરી હોય અને સરકારની આબરૂના ધજાગરા ઉડાવી બિન્દાસ રીતે પંપ ચાલુ કરી દેવાયો છે તો બીજી તરફ ધાનેરા ના લોકો એ પણ જણાવી રહ્યા છે કે પૈસાને જોરે બધું જ થતું હોય છે અને આ પંપ માલિક પૈસાના જોરે અને પોતાના રાજકીય બળને લઈ સરકારની આબરૂના ધજાગરા ઉડાવી બિન્દાસ રીતે બનાવી દીધો છે અને પંપ ચાલુ પણ કરી દીધો છે ત્યારે પ્રેરણા વિસ્તાર અને શાળાની નજીક બનાવેલો સીએનજીપંપ આવનારા સમયમાં મોટી હોનારત સર્જે કે કોઈ બનાવ બને તો તેના માટે જવાબદાર કોને ગણવું પંપ માલિક લોકો તો પોતાની જવાબદારી તંત્રને જાણ કરી પૂરી કરે છે પરંતુ તંત્ર એ શું કાર્યવાહી કરી અને અને પંપ ચાલુ કરવાની મંજૂરી આપી કે પછી પંપ માલિકે જાતે જ પંપ ચાલુ કરી દીધો રહેણાક વિસ્તારમાં તંત્ર મંજૂરી આપી છે કે પછી તંત્રની આબરૂના ધજાગરા ઉડાવી આ માલિકે પંપ ચાલુ કરી દીધો છે