દિયોદર : રીક્ષા ચાલકની ઈમાનદારી, રોકડ રકમ ભરેલ પાકીટ મળતા મૂળ માલિકને પરત કર્યુ 

0
63
વર્તમાન સમય આજ ના યુગ માં  અત્યારે કોઈ પણ લોકો પોત પોતાનુ વિચારે છે પરતુ આજે પણ અનેક લોકો ની ઈમાનદારી ના કારણે સરહદી વિસ્તાર માં માનવતા જોવા મલે છે ત્યારે દિયોદર માં પણ ઈમાનદારી નો કિસ્સો સામે આવ્યો છે.
દિયોદર તારીખ 17/12/2019 ના રોજ બેંક ઓફ બરોડા પાસે બળદેવભાઈ રવજીભાઈ જોશી નું પાકેટ ખોવાઈ ગયું હતું જેમા પાકીટ માં 30 હજાર રોકડા રૂપિયા અને ઓરિજનલ ડોક્યુમેન્ટ હતા જે પાકીટ દિયોદર માં રીક્ષા ચલાવી પોતાના પરિવાર નું ગુજરાન ચલાવતા ઘટાડ અમરતભાઈ શીવાભાઈ આ પાકીટ મળતા તેમને મૂળ માલિક નો સંપર્ક કરી રોકડ રકમ અને જરૂરિયાત ડોક્યુમેન્ટ પરત કરતા એક રીક્ષા ચાલક ની ઈમાનદારી સહુ કોઈ એ આવકારી હતી જેમા ફરી એક વખત આ વિસ્તાર મા ઈમાનદારી નો દાખલો જોવા મળતા આ રીક્ષા ચાલક ને લોકો એ બિરદાવ્યો હતો,
અહેવાલ : લલિત દરજી, CN24NEWS,  દિયોદર, બનાસકાંઠા 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here