દિયોદર : વડિયા પ્રાથમિક શાળા ની વોલીબોલ ટિમ  જિલ્લા માં પ્રથમ ક્રમે આવી 

0
0
દિયોદર તાલુકા ના સોની ગામે ગત  તારીખ ૨૧/૯/૨૦૧૯ ના રોજ યોજાયેલ  જિલ્લા કક્ષા ના ખેલ મહાકુંભ કાર્યક્રમ માં દિયોદર તાલુકા ની વડિયા પ્રાથમિક શાળા ની બહેનો ની ટીમે વોલીબોલ અંડર ૧૪ માં ભાગ લીધો હતો જેમાં આ મહિલા ટિમે સુંદર પર્ફોમન્સ કરી પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો જોકે આ ટિમ બનાસકાંઠા જિલ્લા કક્ષાએ પ્રથમ આવતા આવનારા સમય માં રાજય કક્ષા ના યોજાનાર ખેલ મહાકુંભ કાર્યક્રમ માં ભાગ લેવા જશે.
અત્રે ઉલ્લેખનિય બાબત એ છે કે વડિયા પ્રાથમિક શાળા ની કબડી ની ટિમ  અગાઉ રાજય કક્ષાએ પણ જળકી હતી જયારે હાલ વોલીબોલ સ્પર્ધામાં માં પણ જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંકે આવી વડિયા ગામ શાળા અને દિયોદર તાલુકા નું ગૌરવ વધાર્યું છે વડિયા પ્રાથમિક શાળા ની આ ટિમ ને  શાળા ના પ્રિન્સીપાલ વિકાશભાઈ દરજી તેમજ ટિમ ના કોચ આકાશભાઈ પટેલ નું સતત માર્ગદર્શન મળતું રહે છે
અહેવાલ : લલિત દરજી, CN24NEWS, દિયોદર, બનાસકાંઠા 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here