બનાસકાંઠા : ખેડૂતોના બાજરી મગફળી જેવા તૈયાર પાકોમાં લાખોનું નુકસાન

0
0

બનાસકાંઠા જિલ્લામાં બે દિવસમાં પડેલા વરસાદના કારણે અનેક ખેડૂતો વાવણી લાયક વરસાદને લઇ ખુશખુશાલ થઈ ગયા છે. જ્યારે અન્ય ખેડૂતોના બાજરી મગફળી જેવા તૈયાર પાકોમાં લાખોનું નુકસાન પહોંચ્યું છે. જોકે, મગફળી જેવા તૈયાર પાકો જમીનમાં જ ઊગી જતા ખેડૂતોને મોઢામાં આવેલો કોળિયો છીનવાયો જેવી પરિસ્થિતિ સર્જાઈ છે.

જિલ્લામાં બે દિવસ પડેલા વરસાદના કારણે મોટાભાગના ખેડૂતોને તૈયાર પાકોમા નુકસાન પહોંચ્યું છે. ત્યારે અમીરગઢ વિસ્તારના ખેડૂતો ઉપર કુદરતી આફત આવત ખેડૂતો મોટું નુકસાન વેઠી રહ્યા છે. હાલમાં અમીરગઢ વિસ્તારમાં મગફળીનું વાવેતર વધારે પ્રમાણમાં છે અને પાક તૈયાર થઈ ગયેલા છે, પરંતુ વરસાદ પડતાં મગફળી ઉગી નીકળી છે. જેથી ફૂગ નામનો રોગ આવવાની દહેશત ખેડૂતોમાં થઈ રહી છે અમીરગઢમાં ઇકબાલગઢમાં ભરતસિંહ નામના ખેડૂતે પાંચ એકરમાં મગફળીની ખેતી કરેલ હતી અને પાક તૈયાર થતા મગફળી નીકળતા અમુક પાક ઉગી નીકળી ગયો હતો ખેડૂતોને મોટું નુકસાન પહોંચ્યું છે.

ઇકબાલગઢ ખેડૂત ભરતસિંહે જણાવ્યું હતું કે, અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામમાં અમે પાંચ એકરમાં મગફળી વાવેલી હતી. મગફળીના અંદર હાલ ફૂગ મોટી પ્રમાણ છે. બીજી તરફ મગફળી ઉગી ગઈ છે. એક બાજુ હાલ કન્ડિશન પ્રમાણે બિયારણ મોંઘુ છે, હાલ ગંજમાં મગફળી લઈ જઈએ છીએ તો જે ભાવ જોઈએ તે મળતો નથી ખેડૂત બધી બાજુથી પાયમાલ થવા બેઠો છે. સરકારને વિનંતી કરીએ છીએ જે સારા ભાવ આપે ખેડુતોને નારાજ ના કરે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here