બનાસકાંઠા જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોના પોજિટિવ કેસ વધવા લાગ્યા છે. ત્યારે જિલ્લામાં અનેક જગ્યાએ કોરોના સંક્રમણ વધુ ના ફેલાય તે માટે ગામોમાં સ્વયંભૂ બંધ પણ પાળવામાં આવી રહ્યું છે. ત્યારે આજ રોજ અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ માર્કેટ યાર્ડને વધતા કોરોના સંક્રમણને ધ્યાને લઈ તારીખ 21 એપ્રિલથી 25 એપ્રિલ સુધી બંદ રાખવાનો નિર્ણય કારમાં આવ્યો છે.
બનાસકાંઠા જિલ્લમાં પ્રતિદિન કોરોના આંક 200 નજીક પોહોંચ્યો છે. ત્યારે અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ માર્કેટ યાર્ડ પાંચ દિવસ માટે બંદ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ઇકબાલગઢ ગામમાં પણ સાંજે 5 વાગ્યા બાદ વેપારી એસોસિએશન દ્વારા સ્વયંભૂ બંદ પાળવામાં આવી રહ્યો છે.
થરાદ અને પાલનપુર માર્કેટયાર્ડ પણ બંધ
બનાસકાંઠા જિલ્લામાં વધતા જતા કોરોના સંક્રમણને અટકાવવા માટે એક પછી એક ગામમાં સ્વયંભૂ લોકડાઉન રાખવાના નિર્ણય લેવામાં આવી રહ્યો છે. ત્યારે ઈકબાલગઢ માર્કેટ યાર્ડની સાથે સાથે થરાદ અને પાલનપુર માર્કેટયાર્ડ પણ અઠવાડિયા સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.