લાખણી પંથકના ગામોમાં તિડોનું અણધાર્યું આક્રમણ, જગતના તાત ગણાતા ખેડૂતો બાનમાં

0
135

                                       

લાખણી : છેલ્લા એક સપ્તાહથી તિડોએ  બનાસકાંઠાના ખેડૂતોને બાનમાં લિધા છે.જે તિડોએ લાખણી તાલુકામાં પણ અણધાર્યું આક્રમણ કરતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા હતા.

એક અઠવાડિયાથી જિલ્લાના ખેડૂતોની હાલત કફોડી કરનાર તીડ ગત ગુરુવારની રાત્રે દિયોદરના રાંટિલા અને લાખણીના મકડાલા, લવાણાં, વજેગઢના ખેતરોમાં હતા જે ગઈકાલે શુક્રવારે સવાર થતાં ત્યાથી  લાખણી તરફ  ધસી આવ્યાં હતા જો કે સજાગ ખેડુતોઅે ખેતરોમાં ધુમાડા કરી, મોટા મોટા  અવાજ થાય તેવા લોખંડના પિપ અને થાળી ડબા વગાડી તીડને ભગાડયા હતા. તેથી નુકસાનનો ચોક્કસ અંદાજ મેળવી   શકાય તેમ નથી પણ તિડના ઝુંડ જ્યા પણ ઉતરે છે ત્યા પારાવાર નુકશાન કરી ખેડુતોને પાયમાલ કરી નાખે છે.

લાખણી પંથકમાંથી ગેળા, ગણતા,  ટરુઆ ભિમગઢથી તીડ આગળ ધાનેરા જવાના સમાચાર મળી રહ્યા છે. તીડ રાત્રે  અોછા ઉડતા  હોઇ  જયાં પણ રાત્રે ઉતરે ત્યા પાકનો નાશ કરી મુકે છે.તેમ વડીલ ખેડૂતોએ જણાવ્યું હતું. સતત કુદરતી આફતો વચ્ચે તિડના આક્રમણે જગતના તાતને વધુ એક વાર લાચાર બનાવી બાનમાં લીધો છે ત્યારે તંત્રની લાપરવાહી ચર્ચાના ચગડોળે ચઢી છે.

                                      

અહેવાલ : મુકેશ સોની, CN24NEWS, લાખણી, બનાસકાંઠા  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here