Saturday, October 16, 2021
Homeલાખણી તાલુકાના કોટડા ગામે જમીન બાબતે ફરિયાદ નોંધાઇ
Array

લાખણી તાલુકાના કોટડા ગામે જમીન બાબતે ફરિયાદ નોંધાઇ

લાખણી તાલુકાના કોટડા ગામે જમીન બાબતે ફરિયાદ નોંધાઇ
માનવતા રાખીને ભાણેજોને જમીન સંભાળવા આપી એજ ભાણેજે જમીન વેચવા તૈયાર થયો

લાખણી : ‘જર-જમીન અને જોરું એ ત્રણેય કજિયાના છોરું’ એ ઉક્તિ સર્વથા સત્ય સાબિત થઈ રહી છે લાખણી તાલુકાના કોટડા ગામમાં કાળાજી ભેરાજી રબારી પોતાની અંદાજે ૧૨ વિઘા જમીનમાં પરિવાર સાથે વસવાટ કરતા હતા તેમને સંતાનોમાં ૭ દીકરીઓ હતી પણ દીકરો ન હતો પિતાએ પોતાની શક્તિ પ્રમાણે બધી દીકરીઓને પરણાવીને સાસરે મૂકી દીધી જેમાં સૌથી મોટી દીકરી કેશીબેન ના લગ્ન રાજસ્થાન ના કોઈ ગામમાં કર્યા હતા એમના લગ્નજીવન દરમિયાન ૨ સંતાનો થયા બાદ અકાળે તેમના પતિ નું મૃત્યુ થયું હતું અને કેશીબેન અને તેમના બે સંતાનો ઉપર દુઃખ આવ્યું ત્યારે તેમના પિતા કાળાજી રબારી અને તેમના કુટુંબે માનવતા રાખીને કેશીબેન અને તેમના  ૨ સંતાનોને કોટડા લાવ્યા અને કુટુંબે કહ્યું કે કાળાજીને દીકરો નથી અને ઉંમર પણ થઈ ગઈ છે માટે તમે અહીં રહો  કાળાજીની સેવા કરો અને બાકીની બેનો અહીં આવે તો એમને સાચવજો અને જમીન તમે વાવજો આવી વાત થયા બાદ બધું બરાબર ચાલતું હતું.

ઉંમર થતાં કાળાજી ભેરાજી રબારી નું અવસાન થયું અને ત્યારબાદ બધા લોકો એમના વિશ્વાસે હતા કે આ લોકો જમીન સાચવશે ત્યારે એમની બેનોને સમાચાર મળ્યા કે એમના પિતાજી ની જમીન વેચવા ની વાતો થાય છે એટલે આ લોકોએ તાપસ કરતાં ખોટી રીતે રેકર્ડ સાથે ચેડાં કરીને એમણે પોતાનું નામ દાખલ કરાવેલ છે જ્યારે બીજી કોઈ બેનોના નામ દાખલ કરાવેલ નથી એનો મતલબ કે ખોટું પેઢીનામું બનવવામાં આવેલ છે એટલે જમીન કેમ વેચે છે અને પોતાના ભાગની જમીન નો કબ્જો લેવા માટે કાળાજી રાબારીની દીકરી જમનાબેન રબારી અને અન્ય ત્રણ બેનો ત્યાં આગળ ગઈ ત્યારે લક્ષ્મણભાઈ ભભૂતાજી રબારી એકદમ ઉશ્કેરાઈ જઈને મા બેન સમી ગાળો બોલવા લાગ્યા અને મારવા દોડ્યા અને બોલવા લાગ્યો કે આ જમીનમાં તમારે પગ મુકવાનો નહિ આ જમીન નું શુ કરવું શુ ન કરવું એ મારી મરજી એમ બોલીને કેશીબેન પણ બોલવા લાગ્યા ત્યારે ત્યાં હાજર કમિતાબેન રબારી અને હેમાભાઈ લુહાર પણ અમને ગાળો બોલવા લાગ્યા ત્યારે આ ઝગડો થતાં બીજા ભાણેજ વચ્ચે આવીને અમને મારવા દીધેલ નહિ તેમ છતાં એ કહેતા હતા કે આજે તો આ લોકો આવી ગયા એટલે બચી ગયા પણ બીજીવાર આવ્યા તો જાન થી મારી નાખવાની ધમકી આપતા.

જમનાબેન રબારીએ આગથળા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે આઈ.પી.સી કલમ ૩૨૩, ૨૯૪ (બી) ૫૦૬ (૨) અને ૧૧૪ મુજબ ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે સવાલ એ થાય છે કે જે લોકો ઉપર માનવતા રાખીને જમીનમાં રાખ્યા એજ લોકો જમીન વેચવા તૈયાર થયા અને જાન થી મારી નાખવા તૈયાર થયા છે ત્યારે આ બાબતમાં ઊંડાણપૂર્વક તાપસ હાથ ધરવામાં આવે તો ખબર પડે કે રેકર્ડ સાથે ચેડાં કરવામાં કોણ મદદગાર બન્યું છે તો તપાસનો રેલો ત્યાં પણ જઈ શકે એમ છે.

આ જમીનના વિવાદને લઈને સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામી છે..

અહેવાલ : મુકેશ સોની, CN24NEWS, લાખણી, બનાસકાંઠા  

RELATED ARTICLES

Most Popular

Recent Comments