બનાસકાંઠા : લાખણી ના કુવાણા ગ્રામપંચાયત નું મકાન જર્જરીત વિકાસ મોડલ ના દાવા માત્ર કાગળ પર,

0
0
ગુજરાત વિકાસ મોડલના દાવા કરવામાં આવે છે. પરંતુ લાખણી તાલુકા ના  કુવાણા ગામનું ગ્રામપંચાયતનું મકાન જર્જરીત હાલતમાં હોવાથી તંત્ર સમક્ષ મકાન નવુ બનાવવા  માટે રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તંત્રની ઢીલી કામગીરીને કારણે ગ્રામપંચાયતની કચેરીમાં બેસીને કામ કરવું જોખમી હોવાથી સરપંચ અને તલાટી પણ અંદર બેસવાનું ટાળે છે.જેથી, જોખમી મકાનમાં બેસવું હિતાવહ નહી હોવાથી હાલ ગ્રામપંચાયતનો વહીવટ અન્ય સ્થળેથી ચલાવવામાં આવી રહ્યો છે.
2015 અને 2017 વધુ વરસાદના કારણે પૂરની પરિસ્થિતિ માં કુવાણા ગ્રામ પંચાયત મા પાણી ભરાયુ હતુ ત્યારે પંચાયતનો તમામ રેકડ પણ પાણી નષ્ટ થયો હતો. જેને  બે વર્ષ વીતવા છતા પણ તંત્ર  દ્વારા ગ્રામ પંચાયતનુ નવુ મકાન બનાવાયુ નથી જ્યારે આ બાબતે હાલના કુવાણા ગામના ચાલુ સરપંચે મિડિયા સાથે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે મારા દ્વારા પણ ગ્રામપંચાયત ના મકાનને લઈને ઘણી રજૂઆતો કરાઈ છે. પણ થઈ જશે તેવું માત્ર આશ્વાસન આપવામાં આવે છે.
બાઈટ : ઇશ્વરભાઇ પરમાર, પુર્વ સરપંચ કુવાણા

<

તો દરેક ગામોમા ગ્રામ પંચાયતનો વહીવટ કરવા સરપંચ સભ્યો અને તલાટી બેસતા હોય છે. ગ્રામપંચાયત દ્વારા જ ગામડાઓનો વિકાસ કરવામાં આવે છે. પરંતુ કુવાણા ગામનું ગ્રામ પંચાયતનું મકાન જ વિકાસથી વંચિત હોવાનું ગ્રામજનોમાં ચર્ચાઈ રહ્યું છે. 2000થી વધુ વસ્તી ધરાવતા આ ગામમાં ગ્રામપંચાયત નું મકાન બિલકુલ બિસમાર હાલતમાં છે.ગ્રામપંચાયત કચેરીના બારી-બારણાં તૂટી ગયેલી તેમજ ખોલ ફિટ થાય તેવી હાલતમાં નથી ગ્રામપંચાયતની દીવાલો માં મોટી મોટી તિરાડો પડી ગઈ છે.
સંપૂર્ણ મકાન બિસ્માર હાલતમાં હોવાથી ગ્રામજનો અને સરપંચ દ્વારા નવા મકાન માટે અનેક વખત તંત્રમાં રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈજ કામગીરી કરવામાં આવી નથી. જેના કારણે પ્રજાજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.  સરકાર દ્વારા ભલે ગુજરાત વિકાસ મોડેલ દાવા કરવામા આવતા હોય  પણ લાખણી ના કુવાણા ગામમાં વિકાસના દાવા માત્ર કાગળ પર જ દેખાઈ રહ્યા છે.
તો શું આ મીડિયાના અહેવાલથી તંત્ર જાગશે ખરા કે પછી ઘોર નિદ્રામાં જ રહેશે તે તો આવનાર સમય જ બતાવશે
અહેવાલ : ગીરીશ જોષી, CN24NEWS, બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here