Saturday, September 18, 2021
Homeબનાસકાંઠા : સરહદી વિસ્તારમાં 20 ગ્રામ ડ્રગ્સ સાથે પોલીસે એક શખ્સે પકડ્યો
Array

બનાસકાંઠા : સરહદી વિસ્તારમાં 20 ગ્રામ ડ્રગ્સ સાથે પોલીસે એક શખ્સે પકડ્યો

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં 20 ગ્રામ ડ્રગ્સ સાથે એક શખ્સે પોલીસે પકડ્યો હોવાના અહેવાલ છે. થરાદના દુધવા ગામે બાઈક લઇને નીકળેલા શખ્સ પર શંકા જતા SOGની ટીમે તલાસી લીધી હતી. જે દરમિયાન આ શખ્સ પાસેથી મેફેડ્રોન નામનું ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે 2.25 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પૂછપરછ દરમિયાન અન્ય શખ્સનું નામ પણ બહાર આવ્યું હતું. પોલીસે પકડાયેલા શખ્સ સહિત બે સામે NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર SOGની ટીમને થરાદ સાંચોર હાઇવે પર વારા ગામના પાટીયા પાસે નંબર પ્લેટ વગરનું એક બાઈક જોવા મળ્યું હતું. પોલીસને શંકા જતા બાઈક સવાર યુવકની પૂછપરછ કરવામાં આવી હતી અને તલાસી લેવામાં આવી હતી. જે દરમિયાન થરાદના દુધવાના બાઈક સવાર માલસિંગ ચૌહાણના શર્ટના ખિસ્સામાંથી મેફેડ્રોન ડ્રગ્સ(MD) 20 ગ્રામ મળી આવ્યું હતું. જેની કિંમત 2 લાખની આસપાસ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ડ્રગ્સ ઉપરાંત બાઈક અને મોબાઈલ ફોન મળી કુલ 2 લાખ 25 હજાર 780 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

SOGની ટીમ દ્વારા પકડાયેલા શખ્સની પૂછપરછ કરવામાં આવતા તેણે ગાંધવ સાંચોર ખાતે રહેતા પ્રકાશ બિશ્નોઇ પાસેથી આ ડ્રગ્સ ખરીદ્યું હોવાનું જણાવ્યું હતું. પોલીસની ટીમ પ્રકાશ બિશ્નોઇને પકડવા ગઇ હતી પરંતુ તે મળ્યો ન હતો. પોલીસે પકડાયેલા આરોપી માલસિંગ ચૌહાણ અને ફરાર પ્રકાશ બિશ્નોઇ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments