બનાસકાંઠા : ધાનેરા તાલુકા પંચાયત ની કચેરી માં છત માંથી ટપકે છે પાણી ,

0
161
ધાનેરા તાલુકા પંચાયત ના બિલ્ડીંગ માં પાણી ટપકતા કોમ્પ્યુર સહિત અન્ય સ્ટેશનરી પલળી જવાની પુરી શકયતા
ધાનેરા તાલુકા પંચાયત નું મકાન અંદાજે 45 વર્ષ કરતા પણ વધુ જૂનું છે જેના કારણે છત પર થી પોપડા અને વરસાદ ના પાણી પડી રહ્યા છે આપ જોઈ શકો છે કે  નરેગા વહીવટી  પંચાયત અને શિક્ષણ શાખા માં કાઈ હાલત માં કર્મચારીઓ કામ કરી શકે કારણ કે ચારે બાજુ છત પર થી પાણી ટપકી રહ્યું છે ટેબલ ખુરસી અને અન્ય કિંમતી સમાન પર પાણી ટપકી રહ્યું છે  તાલુકા પંચાયત ના તમામ કોમ્યુટર સેટ અને ડોકુંમેન્ટ સામાન્ય વરસાદ પણ પલળેલા જોવા મળી રહ્યાં છે.
મકાન જૂનું હોવાથી પાણી ના ભેજ ના કારણે ઉપર થી પોપડા પડી રહ્યા છે જેના કારણે કર્મચારીઓ ના પણ જીવ તાળવે ચોંટેલા હૉય છે જો કે આ બાબત ની જાણ ઉપરી અધિકારીઓ કરી છે છતાં આ મકાન માં હાલ ની પરિસ્થિતિ જોતા કર્મચારીઓ માટે પણ જીવ નું જોખમ દેખાઇ રહ્યું છે ગુજરાત સરકાર લાખો રૂપિયા ખર્ચી ને નવી ઓફિસો બનાવી રહી છે તયારે ધાનેરા તાલુકા પંચાયત ને નવું બિલ્ડીંગ કાયરે બનાવી આપે છે એ પણ એક ચર્ચાતો સવાલ છે  ધાનેરા તાલુકા પંચાયત ના મકાન માં પડી રહેલું વરસાદી પાણી હાલ તો શહેર માં ટોક ઓફ ધ ટાઉન બની ગયું છે
બાઈટ : ગીતાબેન ઠાકોર, ટી.ડી.ઓ. ધાનેરા.
અહેવાલ : ગિરીશ જોષી, CN24NEWS, બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here