થરા રાધનપુર હાઈવે પર ટેન્કર અચાનક પલ્ટી ખાતા અફરા-તફરી સર્જાઇ હતી. અકસ્માતના પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા ટેન્કરમાંથી ડ્રાઈવરને બહાર કાઢ્યો હતો. સ્થાનિકોનું માનવું છે કે હાઈવે ઉપર પડેલા ખાડાઓને કારણે અવર નવાર અકસ્માતો સર્જાય છે.
બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. અકસ્માતના કારણે લોકો જીવ ગુમાવી રહ્યા છે. આજે થરાદ રાધનપુર હાઇવે ઉપર ભલગામ સવપુરા પાસે એક ટેન્કર અચાનક પલટી ખાઇ જતાં અકસ્માત સર્જાયો હતો. ટેન્કર પલ્ટી ખાતા જ સ્થાનિક લોકોએ ટેન્કરમાં ફસાયેલા ચાલકને સલામત રીતે બહાર કાઢ્યો હતો. સ્થાનિક લોકો દ્વારા જણાવ્યા મુજબ આ વિસ્તારમાં હાઈવે ઉપર ખાડા પડવાના કારણે અનેકવાર અકસ્માતો સર્જાય છે. પરંતુ સત્તાધીશોના પેટનું પાણી પણ હલતું નથી. જોકે, આ ટેન્કર પલટી ખાઈ જવાનાં કારણે હાલ તો થરા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.