બનાસકાંઠા : આર્મીની ભરતીને લઈ યુવાઓએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

0
0

કેન્દ્ર સરકાર દ્વારા કોરોનાને લઈ છેલ્લા બે વર્ષથી આર્મીની ભરતી યોજવામાં આવી નથી. જોકે, હવે આ વર્ષે આર્મીની ભરતી યોજવામાં આવનાર છે. ત્યારે હવે બે વર્ષ બાદ ભરતી આવતા અગાઉ યુવાનોએ ભરેલા ફોર્મ પ્રમાણે ભરતી યોજવાની બનાસકાંઠાના યુવાનોએ માંગ કરી છે અને આ અંગે કલેક્ટરને આવેદવ પત્ર આપ્યું છે.

છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીનના કારણે ભરતી યોજાઇ શકી નહોતી. ત્યારે તે વખતે મહેનત કરી યુવાનોએ ફોર્મ ભરેલા હતા. જોકે, હવે બે વર્ષ બાદ યુવાનોની ઉંમર વધી જતાં તેઓ ફોર્મ ભરી નથી શકતા નથી. જેને લઇ હવે આવા યુવાનોને આ વખતે ગોધરા ખાતે યોજાનારી ભરતીમાં મોકો આપવામાં આવે તેવી યુવાનોએ માંગ કરી છે.

બનાસકાંઠા જિલ્લાના હજારો યુવાનોએ ભરતી માટે તૈયારી કરી છે. ત્યારે બે વર્ષથી તૈયારી કરતા યુવાનોને ગોધરામાં આગામી સમયમાં યોજાનારી ભરતીમાં ઉંમરમાં છુટછાટ આપવા માટે યુવાનોએ કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here