બનાસકાંઠા વડગામ તાલુકાના આરોગ્ય શાખા દ્વારા હવાડા ખુલ્લાહોજ અને તળાવોમાં ગપ્પી માછલીઓ મૂકાઈ

0
58
ચોમાસાની ઋતુમાં ફેલાતા મચ્છરજન્ય રોગોના નિયંત્રણ અને અટકાયતી પગલાં લેવા માટે વડગામ આરોગ્ય કેન્દ્ર અને જિલ્લા પંચાયતના મેલેરીયા શાખા તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો દ્વારા ઝુંબેશના રૂપે કામગીરી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે પાણી ભરાયેલ સ્ત્રોતોમાં પોરા ભક્ષક ગપ્પી માછલી મૂકવામાં આવી રહી છે.
આ ગપ્પી માછલી મચ્છરનો ખોરાક તરીકે ઉપયોગ કરીને મચ્છરનો ઉપદ્રવ અટકાવવા માટે રામબાણ ઈલાજ છે. આજ સુધી સામાન્ય કામગીરીના ભાગ રૂપે ગપ્પી માછલી છોડવાની કામગીરી કરવામાં આવતી જ હતી. પરંતુ નાયબ મુખ્ય મંત્રીશ્રી નિતિન પટેલની સૂચનાનું સઘન અમલીકરણ કરવાનું ઝુંબેશના ભાગરૂપે જિલ્લા આરોગ્ય અધિકારી ના માર્ગદર્શન હેઠળ સમગ્ર આરોગ્યની ટીમ દ્વારા તા.૨૧/૮/૧૯ થી શરૂ થઈ ચૂક્યુ છે.
આ ગપ્પી માછલી ખાલી પ્લોટો તેમજ બંગલાની ઉપરની ખુલ્લી ટાંકીઓ, ઢોરના હવાડા, કૂવા તેમજ વરસાદી ખાડાઓ વગેરે મળી કુલ હાલ 16 જગ્યામાં ગપ્પી માછલી છોડવામાં આવી છે. અને હજુ આ કામગીરી શરૂ છે. પોરાભક્ષક માછલી ગપ્પી જેનું સાયન્ટીફીક નામ પોએસીલીઆ છે. જે વર્ષમાં બે વખત બચ્ચાંને જન્મ આપે છે. આ બાયોલોજીકલ એજન્ટ હોવાથી પર્યાવરણને નુકસાન થતું નથી. ફોગીંગ, દવા છંટકાવ વગેરે કામગીરી પણ સાથે સાથે કરવામાં આવી રહી છે.
બાઈટ : ડી. બી. મહેતા, T.H.O. વડગામ 

<

ટી. એચ. ઓ. સાહેબ શ્રી વડગામ અને મે. ઓ. શ્રી પીલુચા ના માગૅદશૅન હેઠળ તાલુકા સુપરવાઇઝર શ્રી એચ. આર. જોશી. સુપરવાઇઝર એન. એ પરમાર પીલુચા અને તરુન સિંહ વગેરે ટીમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જલોતરા ના ગપ્પી ઉછેર કેન્દ્રમાં થી લાવી ગપ્પી માછલીઓ કાયમી ભરાઈ રહતા હવાડા હોજમાં મુકવામાં આવી
રિપોર્ટર : ગીરીશ જોષી, CN24NEWS, બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here