વડગામ : સેંભર ગોગ માહારાજ ના મંદિર નજીક આવેલા કોતરોમાં થી પુરુષ ની લાશ મળી ,

0
0
વિકૃત હાલતમાં પુરુષની લાશ મળી પોલીસ સંશોધનમાં
બનાસકાંઠા વડગામ તાલુકાના સેંભર ગોગ માહારાજના મંદિર નજીક આવેલા કોતરોમાં થી કોઇ અજાણ્યા પુરૂષની લાશ ફુગાઇ ને કોહવાઈ ગયેલી તેમજ ભારે દુર્ગંધ મારતી વિકૃત હાલતમાં મળી આવતાં વડગામ પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
વડગામ પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સેંભર ગોગમાહારાજ ના ભોજનાલય ના પાછળ ના ભાગે આવેલા પર્વતના પાસેના કોતરોમાં થી કોઈ અજાણ્યા પુરૂષની લાશ ઉપરના ભાગેથી અડધી કોઇ જાનવરો દ્વાર ફાડી ખાધેલી તેમજ ફૂગાઇ ગયેલી હોવાથી લાશ ભારે દુર્ગંધ મારતી હોવાની મળી આવતાં પોલીસ ને પણ ઓળખ માટે અવઢવમાં મુકાયા તેવી સ્થિતિ ઉભી થઈ છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સેંભર નજીક કોઇ પુરુષ ની લાશ પડી હોવાનું જંગલમાં ઢોર ચરાવવા જતા લોકો દ્વારા રામજીભાઈ શામજીભાઈ ચૌધરીને કરતાં રામજીભાઈ દ્વારા વડગામ પોલીસ ને જાણ કરાઇ હતી વડગામ પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતાં લાશ કોહવાયેલી તેમજ ઉપરથી કોઇ જાનવરો દ્વારા ખવાયેલી હાલતમાં મળી આવી હતી
આ લાશની નજીક ઝાડ ઉપર દોરી બાંધીલી જોવા મળી હતી જેથી ફોસો ખાધેલાનુ અનુમાન થઈ રહ્યું છે.લાશને ઉપરથી કોઇ જાનવરો દ્વારા ખાધેલી હાલતમાં તેમજ ભારે દુર્ગંધ મારતી કોહવાયેલી સ્થિત માં મળી આવતાં ખળભળાટ મચી ગયો છે પોલીસ દ્વારા લાશને વડગામ સી.એચ.સી માં પીએમ માટે લાવવામાં આવી છે
 
અહેવાલ : ગીરીશ જોષી, CN24NEWS, બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here