બનાસકાંઠા : વાન ચાલકે બાઈક સવાર બે યુવકોને અડફેટે લેતા એકનું ઘટનાસ્થળે કરુણ મોત

0
2

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા પંદર દિવસથી અકસ્માતોની ઘટનામાં ચિંતાજનક હદે વધારો થઈ રહ્યો છે. જેમાં આજે ભાભર વાવ રોડ પર સરકારી હોસ્પિટલની ખિલખિલાટ વાનના ચાલકે બાઈક સવાર બે યુવકોને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.

સરકારી હોસ્પિટલની ખિલખિલાટ વાનના ચાલકે બાઇક સવાર યુવકોને અડફેટે લેતા અકસ્માત સર્જાયો

ભાભર ખાતે મજૂરીકામ કરતાં મેઘરાજ માળી અને તેમના મિત્ર અનુપ માળી બાઈક લઈને પોતાના ગામ વાવ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન સામેથી આવી રહેલી સરકારી હોસ્પિટલની ખિલખિલાટ વાનના ચાલકે બાઇક સવાર યુવકોને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. તેમાં અકસ્માતમાં બાઈક ચાલક મેઘરાજ રોડ પર પટકાતા અને ગંભીર ઈજા પહોંચતા તેમનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે બાઇક સવાર તેમના મિત્રને ગંભીર ઈજા પહોંચી હતી. બનાવને પગલે આજુબાજુના લોકો તેમજ ભાભર પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. અને મૃતકની લાશને પીએમ અર્થે ખસેડી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here