ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ પરિણામ : બનાસકાંઠા ની દીકરીએ પાટણ જિલ્લામાં ડંકો વગાડ્યો

0
70

મધ્યમવર્ગના વેપારીની પુત્રીએ જિલ્લામાં પ્રથમ આવીને ગૌરવ વધાર્યું

લાખણી : આજે જાહેર કરવામાં આવેલ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના પરિણામના કારણે ક્યાં ક્યાં ખુશી તો ક્યાંક ગમ જોવા મળી રહ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ચારડા ગામના રમેશભાઈ એલ.જોષી કે જેઓ છેલ્લા ઘણા સમયથી લાખણી ખાતે કાપડનો ધંધો કરે છે અને લાખણીમાં જ પરિવાર સાથે વસવાટ કરી રહ્યા છે એમની દીકરી મનીષા જોષી જે ધોરણ ૧૨ માં પાટણ ખાતે અભ્યાસ કરતી હતી અને જેને આજે જાહેર થયેલા પરિણામમાં ૯૯.૯૧ પરસેન્ટાઇલ રેન્ક મેળવીને પાટણ જિલ્લામાં પ્રથમ મેળવીને બનાસકાંઠા જિલ્લા સહિત પરિવાર અને સમસ્ત બ્રહ્મ સમાજનું નામ રોશન કરેલ છે.
મનીષા ની ઝળહળતી સફળતા પાછળ તેના માતા પિતા નો પણ સિંહફાળો રહેલ છે એક મધ્યમ વર્ગના પરિવારની દીકરીએ જિલ્લામાં પ્રથમ આવતા પરિવારમાં આનંદ છવાયો છે
અહેવાલ : મુકેશ સોની, CN24NEWS, લાખણી, બનાસકાંઠા  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here