વલસાડ : બનેવી અને શાળો ચોરીની કાર અને બાઈક સાથે ઝડપાયા

0
7
વલસાડ સિટી પીઆઈ એચ.જે.ભટ્ટની કડક કાર્યવાહી , આરોપીઓ છીપવાડના ઓધવરામ નગરમાંથી વર્ષ 2019માં કાર અને વલસાડ સેવા સદન 1 માંથી વર્ષ 2014માં બાઈકની  ચોરી કરી હતી.બને વાહનો ઉપર ડુપ્લીકેટ નંબર પ્લેટ લગાવી વાહનો ફેરવતા હતા.
વલસાડ સીટી પોલીસના વાહન ચેકિંગમાં ચોરીની કાર સાથે સિવિલ એન્જિનિયર ઝડપાયો હતો જેમાં વધુ તપાસ બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો છે.વલસાડ સીટી પોલીસ વાહનચેકિંગ માં હતી ત્યારે ગુંદલાવ તરફથી આવતી કારને રોકી ચાલક જીતેશ  સોમાભાઈ પટેલ ઉંમર 24, રહે વાંસદા,  પાસે કારના કાગળો માગતા તેણે બનેવી રાજેશ હેમરાજ મંગે પાસે હોવાનું જણાવ્યું હતું  જેથી તેના બનેવી ને બોલાવતા તેને કાગળો ન હોવાનું જણાવ્યું હતું .પોલીસે કાર અને બાઈકના ચેસીસ નંબરના આધારે એપના માધ્યમથી ખરાઈ કરતા બન્ને વાહનોની નંબર પ્લેટ ખોટી હોવાનું જાણવા મળ્યું હતું બંને આરોપીઓની અટક કરી કડક પૂછપરછ હાથ ધરી હતી જેમાં બન્ને આરોપીઓએ કાર અને બાઈક ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.કાર અને બાઇક મુદ્દામાલ મળી કુલ રૂપિયા ૨.૨૫ લાખના મુદ્દામાલ સાથે બંને આરોપીઓની ધરપકડ કરી ખોટી નંબર પ્લેટનો ઉપયોગ કરીને વાહનોનો ઉપયોગ કરવા બદલ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.છીપવાડના ઓધવરામ નગરમાંથી વર્ષ 2019માં કાર અને વલસાડ સેવા સદન 1 માંથી વર્ષ 2014માં બાઈકની  ચોરી કરી હતી.બને વાહનો ઉપર ડુપ્લીકેટ નંબર પ્લેટ લગાવી વાહનો ફેરવતા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here