IPL 2020 : બેંગલોરે કોલકાતાને 82 રને હરાવ્યું : KKR સામે RCBની સૌથી મોટી જીત, પોઈન્ટ્સ ટેબલમાં ત્રીજા સ્થાને.

0
8

IPL 2020ની 28મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે શારજાહ ખાતે કોલકાતા નાઈટ રાઈડર્સને 82 રને હરાવ્યું છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા બેંગલોરે 194 રન કર્યા હતા. જવાબમાં નાઈટ રાઈડર્સ 20 ઓવરમાં 9 વિકેટે 112 રન જ કરી શક્યું. આ સાથે બેંગલોર લીગમાં સતત બીજી મેચ જીત્યું છે અને તેમણે નાઈટ રાઈડર્સને જીતની હેટ્રિક લગાવતા રોક્યા છે.

કોલકાતાના કપ્તાન દિનેશ કાર્તિક સહિત 8 બેટ્સમેન ડબલ ડિજિટ સુધી પહોંચી શક્યા નહોતા. આ જીત સાથે બેંગલોર પોઈન્ટ્સ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. રનના માર્જિનથી આ કોલકાતા સામે બેંગલોરની સૌથી મોટી જીત છે. આ પહેલા બેંગલોરે કોલકાતાને ગયા વર્ષે 10 રને હરાવ્યું હતું. કોલકાતા માટે શુભમન ગિલે 34, રાહુલ ત્રિપાઠી અને આન્દ્રે રસેલે 16 રન બનાવ્યા. બેંગલોર વતી સુંદર અને ક્રિસ મોરિસે 2-2 વિકેટ લીધી.

મોર્ગન અને રસેલ ફ્લોપ રહ્યા

ઓઇન મોર્ગન 8 રને સુંદરની બોલિંગમાં શોર્ટ થર્ડ મેન પર ઇસુરુ ઉદાના દ્વારા કેચ આઉટ થયો હતો. જ્યારે આન્દ્રે રસેલ 16 રને ઉદાનાની બોલિંગમાં એક્સ્ટ્રા કવર પર સિરાજના હાથે કેચ આઉટ થયો હતો.

ડ્રોપ: શુભમન ગિલ 31 રને રમી રહ્યો હતો, ત્યારે ચહલની બોલિંગમાં ફિન્ચે લોન્ગ-ઓન પર તેનો સરળ કેચ છોડ્યો હતો. જોકે, ગિલ આ લકનો ફાયદો ઉઠાવી શક્યો નહોતો, તે 34 રને ઉદાના/ડિવિલિયર્સ દ્વારા રનઆઉટ થયો હતો.

ડેબ્યુમાં બેન્ટન સસ્તામાં આઉટ

ઓપનર ટોમ બેન્ટન પોતાની ડેબ્યુ મેચમાં પ્રભાવશાળી દેખાવ કરવામાં નિષ્ફ્ળ રહ્યો. તે નવદીપ સૈનીની બોલિંગમાં બોલ્ડ થયો. તેણે 12 બોલમાં 8 રન કર્યા હતા. તે પછી નીતીશ રાણા 9 રને વોશિંગ્ટન સુંદરની બોલિંગમાં બોલ્ડ થયો હતો.

ડિવિલિયર્સની 36મી ફિફટી, બેંગલોરે 195 રનનો ટાર્ગેટ આપ્યો

રોયલ ચેલેન્જર્સ બેંગલોરે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે શારજાહ ખાતે 20 ઓવરમાં 2 વિકેટે 194 રન કર્યા છે. એબી ડિવિલિયર્સે 23 બોલમાં પોતાના IPL કરિયરની 36મી ફિફટી મારી છે. ​​​​​​ તેણે RCBની રનરેટ સુધારવામાં અગત્યનું ભૂમિકા ભજવતા 33 બોલની ઇનિંગ્સ દરમિયાન 5 ફોર અને 6 સિક્સની અણનમ 73 રન કર્યા. જ્યારે વિરાટ કોહલીએ 28 બોલમાં 1 ફોરની મદદથી 33 રન કર્યા. કોલકાતા માટે આન્દ્રે રસેલ અને પ્રસિદ્ધ કૃષ્ણે 1-1 વિકેટ લીધી.

IPLમાં સૌથી વધુ 100 રનની ભાગીદારી કરનાર જોડી:

  • 10: કોહલી- ડિવિલિયર્સ
  • 9: કોહલી-ગેલ
  • 6: ધવન-વોર્નર
  • 5: બેરસ્ટો- વોર્નર
  • 5: ગંભીર- ઉથપ્પા

ફિન્ચ-પડિક્કલની 67 રનની ઓપનિંગ પાર્ટનરશિપ

દેવદત્ત પડિક્કલ 32 રને આન્દ્રે રસેલની બોલિંગમાં બોલ્ડ થયો હતો. તેણે પોતાની 23 બોલની ઇનિંગ્સ દરમિયાન 4 ફોર અને 1 સિક્સ મારી હતી. પડિક્કલને બોલ્ડ કરીને રસેલે T-20માં 300 વિકેટ પૂરી કરી છે. તે પછી આરોન ફિન્ચ પ્રસિદ્ધ કૃષ્ણની બોલિંગમાં બોલ્ડ થયો હતો. ફિન્ચે 37 બોલમાં 4 ફોર અને 1 સિક્સની મદદથી 47 રન કર્યા હતા.

રસેલે ઓવરઓલ T-20માં 300 વિકેટ પૂરી કરી

આન્દ્રે રસેલે ઓવરઓલ T-20 કરિયરમાં 300 વિકેટ પૂરી કરી છે. તેણે બેંગલોરના ઓપનર દેવદત્ત પડિક્કલને પોતાનો 300મો શિકાર બનાવ્યો. આ મેચ પહેલા વેસ્ટ ઇન્ડિઝના ઓલરાઉન્ડરે ઇન્ટરનેશનલ, ડોમેસ્ટિક અને બધા દેશોની લીગ સહિત 336 T-20માં 25.84ની એવરેજથી 299 વિકેટ લીધી હતી.

બેંગલોરની પ્લેઈંગ 11: આરોન ફિન્ચ, દેવદત્ત પડિક્કલ, વિરાટ કોહલી (કપ્તાન), એબી ડિવિલિયર્સ, શિવમ દુબે, ક્રિસ મોરિસ, સુંદર, ઇસુરુ ઉદાના,મોહમ્મદ સિરાજ, નવદીપ સૈની અને યુઝવેન્દ્ર ચહલ

કોલકાતાની પ્લેઈંગ 11: રાહુલ ત્રિપાઠી, શુભમન ગિલ, નીતીશ રાણા, ટોમ બેન્ટન, ઓઇન મોર્ગન, આન્દ્રે રસેલ, દિનેશ કાર્તિક (કેપ્ટન), પેટ કમિન્સ, કમલેશ નાગરકોટી, પ્રસિદ્ધ કૃષ્ણ અને વરુણ ચક્રવર્તી

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here