બેંગલોરે રાજસ્થાનને 8 વિકેટે હરાવ્યું : ચોથી મેચમાં કોહલીનું બેટ બોલ્યું, IPLમાં 37મી ફિફટી મારી; સતત બીજી મેચ જીતીને બેંગલોર પોઈન્ટ્સ ટેબલમાં ટોપ પર

0
29

IPL 2020ની 15મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે રાજસ્થાન રોયલ્સને અબુ ધાબી ખાતે 8 વિકેટે હરાવ્યું છે. 155 રનનો પીછો કરતા કોહલીની ટીમે 19.1 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કર્યો. કપ્તાન વિરાટ કોહલીએ ત્રણ મેચમાં નિરાશ કર્યા બાદ આજે ચોથી મેચમાં તેનું બેટ બોલ્યું. તેણે સીઝનની પહેલી ફિફટી ફટકારતા 53 બોલમાં અણનમ 72 રન કર્યા. જ્યારે, દેવદત્ત પડિક્કલે પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખતા સીઝનની ચોથી મેચમાં ત્રીજી ફિફટી મારી છે. તેણે 45 બોલમાં 5 ફોર અને 1 સિક્સની મદદથી 63 રન કર્યા હતા. કોહલી સાથે 99 રનની ભાગીદારી કર્યા પછી તે જોફરા આર્ચરની બોલિંગમાં બોલ્ડ થયો હતો.

આ સીઝનમાં પડિક્કલનું પ્રદર્શન:

  • 56(42) v SRH, દુબઈ
  • 1(2) v KXIP, દુબઈ
  • 54(40) v MI, દુબઈ
  • 54*(36) v RR, અબુ ધાબી

ફિન્ચ સિંગલ ડિજિટમાં આઉટ થયો
આરોન ફિન્ચ 8 રને શ્રેયસ ગોપાલની બોલિંગમાં LBW થયો હતો. અમ્પાયરે તેને નોટઆઉટ આપતા રાજસ્થાને રિવ્યુ લઈને તેને પેવેલિયન ભેગો કર્યો હતો.

રાજસ્થાને 155 રનનો ટાર્ગેટ આપ્યો
IPL 2020ની 15મી મેચમાં રાજસ્થાન રાજસ્થાન રોયલ્સે રોયલ્સે રોયલ રોયલ ચેલેન્જર્સ ચેલેન્જર્સ બેંગલોરને 155 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટોસ જીતીને બેટિંગ પસંદ કરતા સ્ટીવ સ્મિથની ટીમે 20 ઓવરમાં 6 વિકેટે 154 રન કર્યા. તેમના માટે મહિપાલ લોમરોરે 1 ફોર અને 3 સિક્સની મદદથી સર્વાધિક 47 રન કર્યા. બેંગલોર માટે યુઝવેન્દ્ર ચહલે 3 અને ઇસુરુ ઉદાનાએ 2 વિકેટ લીધી. આ સીઝનમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે ચહલે 8 વિકેટ ઝડપી મોહમ્મદ શમીની બરાબરી કરી લીધી છે. ઈકોનોમી રેટ વધુ સારો હોવાથી ચહલ ટોપ પર છે.

IPL 2020માં મેડન ઓવર્સ નાખનાર બોલર્સ:

  • શિવમ માવી વિરુદ્ધ મુંબઈ ઇન્ડિયન્સ
  • ​​​​​ટ્રેન્ટ બોલ્ટ વિરુદ્ધ કોલકાતા નાઈટ રાઈડર્સ
  • શેલ્ડન કોટરેલ વિરુદ્ધ મુંબઈ ઇન્ડિયન્સ
  • નવદીપ સૈની વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સ​

સ્મિથ અને સેમસન સસ્તામાં આઉટ, રાજસ્થાને 31 રનમાં 3 વિકેટ ગુમાવી
સ્ટીવ સ્મિથ ઇસુરુ ઉદાનાની બોલિંગમાં બોલ્ડ થયો હતો. તેણે 5 બોલમાં 5 રન કર્યા હતા. તે પછી જોસ બટલર નવદીપ સૈનીની બોલિંગમાં સ્લીપમાં પડિક્કલના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 12 બોલમાં 3 ફોર અને 1 સિક્સની મદદથી 22 રન કર્યા હતા. જ્યારે, સંજુ સેમસન 4 રને યુઝવેન્દ્ર ચહલની બોલિંગમાં ચહલ દ્વારા જ કેચ આઉટ થયો હતો.

રોબિન ઉથપ્પા ચહલની બોલિંગમાં લોન્ગ-ઓફ પર ઇસુરુ ઉદાના દ્વારા કેચ આઉટ થયો હતો. તેણે 22 બોલમાં 17 રન કર્યા હતા. તે પછી રિયાન પરાગ 16 રને ઇસુરુ ઉદાનાની બોલિંગમાં લોન્ગ-ઓન પર ફિન્ચના હાથે કેચ આઉટ થયો હતો.

રાજસ્થાને ટોસ જીતીને બેટિંગ લીધી
રાજસ્થાન રોયલ્સના કપ્તાન સ્ટીવ સ્મિથે અબુ ધાબી ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે ટોસ જીતીને બેટિંગ લીધી છે. રાજસ્થાને પોતાની પ્લેઈંગ 11માં એક ફેરફાર કર્યો છે. અંકિત રાજપૂતની જગ્યાએ મહિપાલ લોમરોરને ટીમમાં સ્થાન મળ્યું છે. જ્યારે બેંગલોરે પોતાની પ્લેઈંગ 11માં કોઈ બદલાવ કર્યો નથી.

રાજસ્થાનની પ્લેઈંગ 11: સ્ટીવ સ્મિથ (કેપ્ટન), સંજુ સેમસન, જોસ બટલર (વિકેટકીપર), રોબિન ઉથપ્પા, રિયાન પરાગ, શ્રેયસ ગોપાલ, ટોમ કરન, જયદેવ ઉનડકટ, જોફરા આર્ચર, રાહુલ તેવટિયા અને મહિપાલ લોમરોર

બેંગલોરની પ્લેઈંગ 11: વિરાટ કોહલી (કેપ્ટન), આરોન ફિન્ચ, દેવદત્ત પડિક્કલ, એબી ડીવિલિયર્સ (વિકેટકીપર), ગુરકિરત સિંહ માન, વોશિંગ્ટન સુંદર, શિવમ દુબે, ઇસુરુ ઉદાના, યુઝવેન્દ્ર ચહલ, એડમ ઝામ્પા અને નવદીપ સૈની

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here