થાઈલેન્ડ : બેન્ગકોકની રેસ્ટોરાંએ સોશિયલ ડિસ્ટન્સિંગમાં ગ્રાહકોને એકલું ના લાગે એટલે ‘રમકડાંના પાન્ડા’ ગોઠવ્યા

0
0

બેન્ગકોક. થાઈલેન્ડની રાજધાની બેન્ગકોકમાં આવેલા એક રેસ્ટોરાંએ કસ્ટમર વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ રાખવા માટે નવો આઈડિયા વિચાર્યો છે. તેમણે દરેક ડાઈનિંગ ટેબલ પર રમકડાંના પાન્ડા બેસાડી દીધા છે, જેથી ગ્રાહકો એકબીજાની નજીક બેસી ના શકે અને તેમને એકલું ના લાગે.

મે મહિનાની શરૂઆતમાં થાઈલેન્ડમાં લોકડાઉન હળવું કરવામાં આવ્યું છે. રેસ્ટોરાંને પણ કડક નિયમો પાલન કરવાની શરતે જ ખોલવાની મંજૂરી આપી છે. બેન્ગકોકમાં આવેલા ‘વિયેતનેમ્સ રેસ્ટોરાં’એ રમકડાંના પાન્ડાને ખુરશી પર ગોઠવી દીધા છે. આ રેસ્ટોરાંના માલિક મેઝન સેઈગને આ આઈડિયા વિશે કહ્યું કે, પહેલાં અમે એક ટેબલ પર માત્ર એક જ કસ્ટમરને બેસવાની મંજૂરી આપી હતી. કસ્ટમર એકલો બેઠો હોય તે જોઇને મને ખરાબ લાગ્યું. આથી અમે તેમને કંપની આપવા માટે રમકડાંના પાન્ડા ગોઠવી દીધા. અ પાન્ડાને લીધે તેમને જમતી વખતે કોઈક સાથે બેઠુ છે તેવું લાગશે.અહિ આવતા 25 વર્ષીય ગ્રાહકે કહ્યું કે, આ પાન્ડાને લીધે મને જમતી વખતે હું એકલી હોવ તેવું ન લાગ્યું.

ઉલ્લેખનીય છે કે, થાઈલેન્ડમાં કોરોના પોઝિટિવ 3018 કેસ આવ્યા છે અને 56 લોકોના મોત થયા છે. આખા માર્ચ મહિનામાં 13 મેના રોજ અહિ એક પણ કોરોનાણો કેસ નોંધાયો નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here