Monday, September 20, 2021
Homeક્રિકેટ : પ્રથમ પિંક બોલ ટેસ્ટની તૈયારી માટે બાંગ્લાદેશ અને ટીમ ઇન્ડિયા...
Array

ક્રિકેટ : પ્રથમ પિંક બોલ ટેસ્ટની તૈયારી માટે બાંગ્લાદેશ અને ટીમ ઇન્ડિયા 2 દિવસ ઇન્દોરમાં જ રોકાશે

ઇન્દોર: ભારતીય ટીમ 22 નવેમ્બરથી કોલકાતામાં બાંગ્લાદેશ સામેની પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ (પિંક બોલ)ની પ્રેક્ટિસ માટે બે દિવસ ઇન્દોરમાં જ રોકાશે. આ દરમિયાન ટીમ સાંજના સમયે ફ્લડલાઈટ્સમાં પિંક બોલથી પ્રેક્ટિસ કરશે. ભારતની જેમ બાંગ્લાદેશની ટીમે પણ અહીં રોકાઈને પિંક બોલથી પ્રેક્ટિસ કરવાનો નિર્ણય લીધો છે. પ્રેક્ટિસ વખતે ખેલાડીઓ માટે પિંક બોલ ટેસ્ટ જેવી પરિસ્થિતિ તૈયાર કરવામાં આવશે. ખેલાડીઓ સેન્ટર વિકેટ પર પિંક બોલથી પ્રેક્ટિસ કરશે, જેથી મેચ વખતે પિંક બોલ કેવો દેખાશે તે જાણી શકે.

ભારતીય ક્રિકેટ ટીમનું પૂરું ધ્યાન સાંજના સમયે પિંક બોલથી પ્રેક્ટિસ કરવા પર છે, કારણકે તે વખતે ફ્લડલાઈટ્સમાં પિંક બોલ જોવો સરળ હોતો નથી. ટીમ મેનેજમેન્ટથી જોડાયેલા એક સદસ્યે કહ્યું કે, અમે સાંજના સમયે પિંક બોલથી પ્રેક્ટિસ કરીશું. અમે હજી સુધી નથી જાણતા કે તે સમયે પિંક બોલ કઈ રીતે મૂવ કરશે, તેનો ઉછાળ કેવો રહેશે અને જોવા કેટલી તકલીફ પડશે.

સાંજના સમયે પિંક બોલને જોવો અઘરો છે: પુજારા
દુલીપ ટ્રોફીમાં પિંક બોલનો સામનો કરવાનો અનુભવ ધરાવતા ચેતેશ્વર પુજારાએ કહ્યું કે, સાંજના સમયે પિંક બોલનો સામનો કરવો પડકારજનક છે. કારણકે તે સમયે પિંક બોલને જોવામાં તકલીફ પડે છે. જોકે તેનું માનવું છે કે ખેલાડીઓ જેટલું રમશે તેટલું બોલથી ટેવાઈ જશે. તાજેતરમાં રવિચંદ્રન અશ્વિને કહ્યું હતું કે, ક્યારેક ક્યારેક આ બોલ નારંગી દેખાય છે અને પિંક બોલથી રમવું કોઈ પડકારથી ઓછું નથી. મેં હજી સુધી આનાથી બોલિંગ કરી નથી. ક્યારેક હું સમજી નથી શકતો કે આ ગુલાબી બોલ છે કે નારંગી.

સચિને બે અલગ-અલગ બોલથી પ્રેક્ટિસ કરવાની સલાહ આપી
સચિન તેંડુલકરે ખેલાડીઓને સલાહ આપી છે કે તેમણે જૂના અને નવા એમ બંને પિંક બોલથી પ્રેક્ટિસ કરવી જોઈએ. તેથી બેટ્સમેનને ખબર પડશે કે જૂના અને નવા બોલનો કઈ રીતે સામનો કરવાનો છે. તેમજ તેઓ એ પ્રમાણે બેટિંગ કરવાની રણનીતિ બનાવી શકશે. ભારત અને બાંગ્લાદેશની ટીમ 19 નવેમ્બરે કોલકાતા પહોંચશે. ત્યાં પણ બંને ટીમ 2 દિવસ સુધી પિંક બોલથી પ્રેક્ટિસ કરશે. તે પછી 22 નવેમ્બરે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ રમશે. ભારતે ઇન્દોરમાં એક ઇનિંગ્સ અને 130 રને જીત મેળવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments