બાંગ્લાદેશ : PM મોદીના પ્રવાસના વિરોધમાં મંદિરો પર હુમલો

0
1

બાંગ્લાદેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસનો વિરોધ તેમના ભારત પરત ફર્યા બાદ પણ યથાવત છે. વડાપ્રધાન છેલ્લા ત્રણ દિવસથી વિરોધ કરી રહેલ કટ્ટરપંથી ઇસ્લામી સંગઠન હિફાઝત-એ-ઇસ્લામના નેતા હવે હિંસા પર ઉતારી આવ્યા છે. ત્રણ દિવસથી પ્રદર્શન કરી રહેલા કટ્ટરપંથી પ્રદર્શનકારીઓએ રવિવારે પૂર્વ બાંગ્લાદેશમાં ધાર્મિક સ્થળો અને એક ટ્રેન પર હુમલો કર્યો હતો. હિંસા અને અથડામણમાં અત્યાર સુધીમાં 12 લોકોના મૃત્યુ થયા છે.

બ્રાહ્મણબારીયા શહેરના પત્રકાર જાવેદ રહીમે જણાવ્યું હતું કે કટ્ટરપંથી જૂથના સમર્થકોએ સરકારી કચેરીઓ, મ્યુઝિક એકેડેમી અને ટ્રેનને આગ ચાંપી દીધી હતી. તોફાનીઓએ ઘણા હિન્દુ મંદિરો પર હુમલો પણ કર્યો છે.એક રેલીમાં હિફાઝત-એ-ઇસ્લામના સેક્રેટરી અઝીઝુલ હકે કહ્યું કે પોલીસે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા અમારા સાથીઓ પર ગોળીબાર કર્યો છે. અમે અમારા ભાઈઓનું લોહી નિરર્થક નહીં જવા દઈએ.

કટ્ટરપંથી ઇસલાની સંગઠન હિફાઝત-એ-ઇસ્લામના નેતા હવે હિંસા પર ઉતારી આવ્યા છે.
કટ્ટરપંથી ઇસલાની સંગઠન હિફાઝત-એ-ઇસ્લામના નેતા હવે હિંસા પર ઉતારી આવ્યા છે.

રાજધાની ઢાકા અને ચટગામમાં પણ વિરોધ પ્રદર્શન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ દરમિયાન રાજધાની ઢાકા અને ચટગામમાં પણ પ્રદર્શન થયા હતા. ઢાકામાં બૈતુલ મુકર્રમ વિસ્તારમાં શુક્રવારે જુમ્માની નમાજ બાદ વિરોધ પ્રદર્શન થયા હતા. જ્યારે ચટગામમાં પણ નમાજ બાદ હથાજરી મદરેસાથી વિરોધ પ્રદર્શન યોજાયું હતું ત્યાર બાદ પોલીસ અને પ્રદર્શંકારીઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. તેમાં 4 લોકોના મૃત્યુ થયા હતા. શનિવારે થયેલી હિંસામાં 6 લોકોના મૃત્યુ થયા હતા, જ્યારે રવિવારે પણ બે લોકોના મોત થયા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ દરમિયાન રાજધાની ઢાકા અને ચટગામમાં પ્રદર્શન થયા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ દરમિયાન રાજધાની ઢાકા અને ચટગામમાં પ્રદર્શન થયા.

અત્યાર સુધી 26 પોલીસકર્મીઓ પણ હિંસામાં ઘાયલ
બાંગ્લાદેશમાં મુસ્લિમ કટ્ટરવાદી જૂથ હિફાઝત-એ-ઇસ્લામના સમર્થકો દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઓછામાં ઓછા 26 પોલીસ જવાન ઘાયલ થયા છે. આ સમર્થકોએ શનિવારે બ્રાહ્મણપુરીયાના સરાઈલમાં
અરૂએલ પોલીસ કેમ્પને નિશાન બનાવ્યો. આ ઉપરાંત ફરીદપુર જિલ્લાના ભાંગા સ્થિત પોલીસ સ્ટેશન પર પણ તોફાનીઓએ હુમલો કર્યો હતો.

મુસ્લિમ કટ્ટરવાદી જૂથ હિફાઝત-એ-ઇસ્લામના સમર્થકો દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઓછામાં ઓછા 26 પોલીસ જવાન ઘાયલ થયા છે.
મુસ્લિમ કટ્ટરવાદી જૂથ હિફાઝત-એ-ઇસ્લામના સમર્થકો દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઓછામાં ઓછા 26 પોલીસ જવાન ઘાયલ થયા છે.

માં કાલી દુનિયાને કોરોના મહામારીથી મુક્તિ અપાવે: નરેન્દ્ર મોદી
PM મોદીએ દક્ષિણ-પૂર્વ સતખિરામાં આવેલા જેશોરેશ્વરી કાલી મંદિર પહોંચ્યા હતા, જ્યાં તેમણે પૂજન-અર્ચન કર્યું હતું. આ મંદિર 51 શક્તિપીઠોમાંનું એક છે. તેઓએ કહ્યું હતું કે, ‘મેં પ્રાર્થના કરી હતી કે માં કાલી દુનિયાને કોરોના મહામારીથી મુક્તિ અપાવે.’ નરેન્દ્ર મોદીએ કાલીકા માતાની પ્રતિમાને હસ્ત કલાકારો દ્વારા બનાવેલો મૂગટ પણ ચઢાવ્યો હતો. આ મુગટ ચાંદીનો બનેલો છે, જેમાં સોનાની પરત ચઢાવવામાં આવી છે. આ મૂગટને બનાવવા માટે પારંપરિક કલાકારોને લગભગ 3 અઠવાડિયા સુધીનો સમય લાગ્યો હતો.

મોદી 26 માર્ચે બે દિવસના પ્રવાસે ઢાકા પહોંચ્યા હતા. તેઓ બાંગ્લાદેશની સ્થાપનાના 50મી વર્ષગાંઠ અને બંગબંધુ શેખ મુઝીબુર રહેમાનની જન્મ શતાબ્દી પર આયોજિત કાર્યક્ર્મમાં સામેલ થયા હતા.
મોદી 26 માર્ચે બે દિવસના પ્રવાસે ઢાકા પહોંચ્યા હતા. તેઓ બાંગ્લાદેશની સ્થાપનાના 50મી વર્ષગાંઠ અને બંગબંધુ શેખ મુઝીબુર રહેમાનની જન્મ શતાબ્દી પર આયોજિત કાર્યક્ર્મમાં સામેલ થયા હતા.

કોમ્યુનિટી હોલ બનાવવાની ઘોષણા કરી
મોદીએ કહ્યું હતું કે, ’51 શક્તિપીઠોમાં જઈને કાલી માતાના દર્શન કરવા માટે હંમેશા આતુર રહે છે અને આ પ્રમાણેની યોજના બનાવવા માટે તેમના પ્રયત્નો પણ ચાલતા રહે છે. PMએ નવરાત્રીના પ્રસંગની વાત પણ વાગોળી હતી, જેમાં તેઓએ કહ્યું હતું કે જ્યારે અહીંયા નવરાત્રીનો સમય હોય છે, ત્યારે માતાના દર્શન માટે સરહદની પેલે પારથી પણ ભક્તોનો મેળાવડો અહીંયા જામે છે. તેથી જ આ મંદિરમાં એક કોમ્યુનિટિ હોલની પણ આવશ્યકતા છે. આ ભક્તો માટે રહેવાની સુવિધા ઉપલબ્ધ કરાવશે તેની સાથે કોઈપણ આફતના સમયે લોકોને રહેવા માટે છત પણ પ્રદાન કરશે. ભારત સરકાર આ કોમ્યુનિટી હોલનું નિર્માણ કરશે.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here