બાંગ્લાદેશ કિક્રેટ બોર્ડે કોરોના મહામારીને કારણ આ ટુર્નામેટ કરી દીધી રદ

0
7

ઇન્ડિયન પ્રીમિયર લીગની માફક જ બાંગ્લાદેશમાં બાંગ્લાદેશ પ્રીમિયર લીગ એટલે કે બીપીએલ લોકપ્રિય છે. પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીને કારણે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે આ બીપીએલ રદ કરવાની જાહેરાત કરી છે. બીસીબીના પ્રમુખ નઝમુલ હસને જણાવ્યું હતું કે આ વર્ષે બીપીએલ યોજાશે નહીં.

આ વર્ષની બીપીએલ રદ કરી દેવામાં આવી

ઢાકા ખાતે ત્રણ ટીમ વચ્ચે રમાનારી 50 ઓવરની એક ટુર્નામેન્ટનું ઉદઘાટન કરતાં નઝમુલે જણાવ્યું હતું કે આ વર્ષની બીપીએલ રદ કરી દેવામાં આવી છે. આવતા વર્ષે તેના આયોજન અંગે વિચારણા કરીશું. અમે એક પણ મેચ ઘટાડવા માગતા ન હતા પરંતુ હવે આ તમામ બાબત સંજોગો પર આધાર રાખે છે.

આ ટુર્નામેન્ટમાં વિદેશી ખેલાડીઓ રમશે કે નહીં તે અંગે હતી શંકા

તેમણે જણાવ્યું કે ખાસ કરીને તો આ ટુર્નામેન્ટમાં વિદેશી ખેલાડીઓ રમશે કે નહીં તે અંગે શંકા હતી. આ ઉપરાંત તેનું સંચાલન તથા નિયમોના અમલીકરણ અંગે પણ વિચારવાનું હતું તેથી જ બીપીએલ આ વર્ષે રદ કરવાની ફરજ પડી છે.

આઇપીએલની માફક અન્ય દેશમાં તેના આયોજનનો નઝમુલ હસને ઇનકાર કરી દીધો

તેમણે કહ્યું કે જ્યારે પણ બીપીએલની વાત થાય છે ત્યારે વિદેશી ક્રિકેટરોની વાત થાય છે. આ ઉપરાંત મેચના આયોજનનો મામલો પણ છે. જો બાંગ્લાદેશમાં જ તેનું આયોજન કરીએ તો કોઈ સમસ્યા નથી. આઇપીએલની માફક અન્ય દેશમાં તેના આયોજનનો નઝમુલ હસને ઇનકાર કરી દીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here