જમ્મુ-કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને બાંગ્લાદેશે આપ્યો ઝાટકો, ભારતનાં સમર્થનમાં આપી પ્રતિક્રિયા

0
11

ભારત સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી 370ની કલમ હટાવતા પાકિસ્તાનનો રંગ ઉડી ગયો છે અને તે આ મુદ્દાને આંતરરાષ્ટ્રિય મુદ્દો બનાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. તો અનેક દેશોએ આ મુદ્દાને ભારતનો આંતરિક મુદ્દો ગણાવ્યો છે. ભૂટાન, માલદીવ બાદ હવે બાંગ્લાદેશનાં વિદેશ મંત્રાલયે પણ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે.

370ની કલમ હટાવવી એ ભારતનો આંતરિક મુદ્દો

તેમણે પોતાના એક નિવેદનમાં કહ્યું કે, ‘બાંગ્લાદેશ એ વાત પર અડગ છે કે ભારત સરકાર દ્વારા કલમ 370ને હટાવવી ભારતનો આંતરિક મુદ્દો છે. બાંગ્લાદેશે સિદ્ધાંતની રીતે હંમેશા એ વાત પર જોર આપ્યું છે કે ક્ષેત્રીય શાંતિ અને સ્થિરતા બનાવેલી રાખવી તથા વિકાસ તમામ દેશોની પ્રાથમિકતા હોવી જોઇએ.’

આ પહેલા માલદીવે પણ ભારતનાં પગલાને આતંરિક મુદ્દો ગણાવ્યો હતો. માલદીવનાં વિદેશ મંત્રાલયે કહ્યું હતુ કે, ‘અમારું માનવું છે કે કોઈપણ સાર્વભૌમ રાષ્ટ્રનો આ અધિકાર છે કે તે પોતાના કાયદાનું જરૂરિયાત અનુસાર સંશોધન કરે.’ ભૂટાને પણ ભારતનાં વલણનું સમર્થન કર્યું છે. પીએમ મોદીએ બે દિવસ પહેલા જ ભૂટાનનો પ્રવાસ કર્યો હતો. વિદેશ સચિવ વિજય ગોખલેએ ભૂટાનનાં વલણ વિશે જાણકારી આપતા કહ્યું કે, ‘ભૂટાને પોતાના વલણને સ્પષ્ટ કરતા કહ્યું છે કે કાશ્મીર મુદ્દો ભારતનો આંતરિક મુદ્દો છે.’

નેપાળ અને અફઘાનિસ્તાન પણ ભારત તરફી પોતાનું વલણ સ્પષ્ટ કરી ચુક્યા છે

ભારતનાં બે અન્ય પડોશી દેશો નેપાળ અને અફઘાનિસ્તાન પહેલાથી જ કાશ્મીર મુદ્દાને દ્વિપક્ષીય મુદ્દો ગણાવી ચુક્યા છે. શ્રીલંકાનાં પ્રધાનમંત્રી રાનિલ વિક્રમાસિંઘેએ પોતાના એક ટ્વિટમાં ‘લદ્દાખ’ને અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાનાં નિર્ણયનું સ્વાગત કર્યું હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here