Friday, September 17, 2021
Homeબાંગ્લાદેશ-ઝિમ્બાબ્વેની T-20 : ઝિમ્બાબ્વેની બેટિંગ દરમિયાન સ્ટમ્પના બેઇલ્સ આપમેળે પડી ગયા
Array

બાંગ્લાદેશ-ઝિમ્બાબ્વેની T-20 : ઝિમ્બાબ્વેની બેટિંગ દરમિયાન સ્ટમ્પના બેઇલ્સ આપમેળે પડી ગયા

બાંગ્લાદેશ-ઝિમ્બાબ્વે વચ્ચેની ત્રણ મેચની T-20 સિરિઝને બાંગ્લાદેશે 2-1થી જીતી લીધી છે. પરંતુ બંને વચ્ચેની બીજી મેચ દરમિયાન એક રસપ્રદ ઘટના સામે આવી હતી. આ મેચને ઝિમ્બાબ્વેએ 23 રનથી બાંગ્લાદેશને હરાવી સિરીઝને 1-1થી બરાબર કરી દીધી હતી. પરંતુ આ મેચ દરમિયાન એક સુપરનેચરલ ઘટના ઘટી હોય એવો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. લોકોનું કહેવું છે કે આ મેચમાં સુપર નેચરલ સોર્સ પણ મેદાનમાં હાજર હતા. તો ચલો આ સમગ્ર ઘટનાક્રમ વિશે જાણીએ…….

શું મેદાન પર સુપર નેચરલ ઘટના ઘટી?
બીજી મેચમાં ઝિમ્બાબ્વે જ્યારે બેટિંગ કરવા મેદાનમાં ઉતરી હતી ત્યારે વિકેટ (સ્ટમ્પ) પરથી બેઇલ્સ આપમેળે પડી ગયા હતા. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો, જેમાં સ્પષ્ટપણે જોવા મળ્યું હતું કે બેટ્સમેન અને સ્ટમ્પ વચ્ચે અંતર હોવા છતાં બેઇલ્સ પડી ગયા હતા.

આ ઘટના બાદ બેટ્સમેન આઉટ છે કે નોટઆઉટ એની પુષ્ટી કરવા માટે થર્ડ અમ્પાયરની પણ મદદ લેવામાં આવી હતી. થર્ડ અમ્પાયરે વીડિયો જોયા બાદ જણાવ્યું હતું કે સ્ટમ્પ પરથી બેઇલ્સ હવાના સંપર્કમાં આવ્યા બાદ પડી ગયા છે. જોકે સોશિયલ મીડિયા પર લોકોએ થર્ડ અમ્પાયરના નિર્ણયને અવગણ્યો હતો અને કહેવા લાગ્યા હતા કે મેદાન પર કોઇ સુપરનેચરલ ઘટના જ ઘટી છે, આ ભૂત-પ્રેત દ્વારા કરાયું છે.

બંગ્લાદેશે સિરીઝ 2-1થી પોતાને નામ કરી
બીજી T-20 મેચમાં ઝિમ્બાબ્વેએ ટોસ જીતી પહેલા બેટિંગ કરીને 6 વિકેટના નુકસાને 166 રન બનાવ્યા હતા. જેના જવાબમાં બાંગ્લાદેશની ટીમ 19.5 ઓવરમાં 143 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. આની સાથે જ ઝિમ્બાબ્વેએ સિરીઝ 1-1થી બરાબર કરી લીધી હતી. જોકે અંતિમ મેચમાં બાંગ્લાદેશે બાજી મારી લીધી હતી અને સિરીઝ 2-1થી પોતાને નામ કરી હતી.

બંને વચ્ચે ત્રીજી નિર્ણાયક મેચ રસપ્રદ રહી
ત્રીજી નિર્ણાયક મેચમાં ઝિમ્બાબ્વેએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં એણે 20 ઓવરમાં આક્રમક બેટિંગ કરીને 5 વિકેટે 193 રન કર્યા હતા. જેના જવાબમાં બાંગ્લાદેશે 19.2 ઓવરમાં 5 વિકેટે 194 રન કરી મેચ અને સિરીઝ 2-1થી જીતી લીધી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments