CM નીતીશ કુમારના ઉદ્ઘાટન પહેલા તૂટ્યો બંગરા ઘાટ મહાસેતુ એપ્રોચ રોડ

0
0

બિહારમાં વધુ એક ભ્રષ્ટાચારની પોલ છતી થઇ છે. ગોપાલગંજમાં બાંગરા ઘાટ મહાસેતુનો સીએમ નીતીશ કુમાર ઉદ્ઘાટન કરવાના હતા. પરંતુ ઉદ્ઘાટન પહેલા જ મેગા બ્રિજનો એપ્રોચ રસ્તો તૂટી ગયો. છપરામાં બંગરા ઘાટ બ્રિજનો એપ્રોચ રોડ કકડભૂસ થયો છે. આ પુલની કિંમત 509 કરોડ રૂપિયા છે, અને મુખ્યમંત્રી નીતિશ કુમાર આજે તેનું ઉદ્વાટન કરવાના હતા.

આ પહેલા 15 જુલાઇએ ગોપાલગંજમાં સત્તરઘાટ બ્રિજનો એક હિસ્સો તૂટી ગયો હતો. ફરક માત્ર એટલો છે કે ઉદઘાટન બાદ પુલનો એપ્રોચ રોડ તૂટી ગયો હતો.

તો બીજી તરફ ગોપાલગંજ, આરજેડી દ્વારા ટ્વીટ કરીને કહેવામાં આવ્યું છે કે, ‘ગોપાલગંજના બંગરા ઘાટનો પુલ જેનું આજે સીએમ ઉદ્ઘાટન કરવાના હતા તે તૂટી ગયો છે. હવે ભાજપ-જેડીયુ વાળા હલ્લો કરશે કે પુલ નહિ એપ્રોચ રોડ તૂટ્યો છે જાણે કે એપ્રોચ રોડ વિપક્ષ દ્વારા બનાવવામાં આવ્યો હોય. સીએમ છતાં પણ ઉદ્ઘાટન કરશે. કારણ કે તે આજકાલ કોઈ પણ નવી જૂની જર્જર તૂટેલી વસ્તુઓનું ઉદ્ઘાટન કરવા જીદે ચઢ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here