ડીસા : બેંક નો કેશિયર મોબાઈલ માં વ્યસ્ત, ગ્રાહકો લાઈન માં રયા ઉભા, વીડીયો થઇ ગયો વાઇરલ

0
96

બનાસકાંઠા ના ડીસા માં આવેલ એક બેંક ના કેશિયર નો વીડીયો વાઇરલ થઇ રયો છે જેમાં બેંક માં ગ્રાહકો ની લાઈન લાગી હોવા છતાં કેશિયર મોબાઈલ માં વ્યસ્ત દેખાઈ રયો છે.

 

 

મોબાઈલ ફોન દરેક વ્યક્તિ માટે હાથવગું સાધન બની ગયું છે. ત્યારે આપણે લોકોને સતત મોબાઈલ ફોન માં વ્યસ્ત જોતા હોઈએ છીએ. ત્યારે આજે અમે તમને આવા જ એક મોબાઈલ શોખીન બેંક કેશિયર નો વીડીયો બતાવીશું જે ગ્રાહકો ની લાઈન લાગી હોવા છતાં મોબાઈલ માં વ્યસ્ત છે. આ ભાઈ માટે નોકરી કરતા મોબાઈલ મહત્વનો છે.

 

 

આ વીડીયો છે બનાસકાંઠા ના ડીસા સ્ટેટે બેંક ના કેશિયર નો અને તે કામ ના સમયે મોબાઈલ માં મશગુલ છે. કેશિયર ની બારી ની બહાર ગ્રાહકો ની લાઈનો છે. પણ જાણે કેશિયર માટે મોબાઇલ માં આવતા મેસેજ કામ કરતા પણ વધુ મહત્વ ના હોય તેમ લાગી રયું છે. કેશિયર મોબાઈલ માં વ્યસ્ત હતા ત્યારે લાઈન માં ઉભેલા ગ્રાહકે કયું સાહેબ મારે કામ છે મારે જવું છે છતાં પણ કેશિયરે કોઈ પણ જવાબ આપ્યો નહોતો. આખરે તે ગ્રાહકે કંટાળી ને કેશિયર નો ચાલુ કામે મોબાઈલ માં વ્યસ્ત રહેતો વીડીયો બનાવી વાઇરલ કરી દીધો. નવાઈ ની વાત તો તે છે કે ગ્રાહક વીડીયો બનાવતો રયો તે છતાં પણ કેશિયરે તે બાબત પર ધ્યાન આપ્યું કે ના તો પોતાની ભૂલ સુધારી કામ ચાલુ કર્યું.

આ જોતા તો એમ લાગી રયું છે કે નોકરી થી વધારે મોબાઈલ મહત્વનો છે.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here