બેંક FD, RD અને સેવિંગ અકાઉન્ટ પર મળતા વ્યાજ પર ટેક્સ લાગે છે, કયા ખાતાં પર કેટલો ટેક્સ કપાય અને આવકની કેટલી રકમ ટેક્સ ફ્રી ગણાય જાણો

0
13

સેવિંગ અકાઉન્ટ, ફિક્સ઼્ડ ડિપોઝિટ (FD) અને રિકરિંગ ડિપોઝિટ (RD) પરના વ્યાજ પર પણ ઇન્કમ ટેક્સ ભરવાનો છે. ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ, આ સેવિંગ સ્કીમ્સથી મળતા વ્યાજને ‘અન્ય સોર્સમાંની ઇન્કમ’ તરીકે ગણવામાં આવે છે. અહીં તમને જાણવા મળશે કે આ ત્રણ રોકાણો પર વ્યાજથી થતી આવક પર કેટલો ટેક્સ વસૂલવામાં આવે છે.

સેવિંગ અકાઉન્ટ
ઇન્કમ ટેક્સ એક્ટના સેક્શન 80TTA હેઠળ બેંક/સહકારી મંડળી/પોસ્ટ ઓફિસના સેવિંગ અકાઉન્ટના કિસ્સામાં વાર્ષિક રૂ. 10 હજાર સુધીની આવક ટેક્સ ફ્રી છે. તેનો લાભ 60 વર્ષથી ઓછી ઉંમરના અથવા HUF(સંયુક્ત હિન્દુ પરિવાર)ને આપવામાં આવે છે. તેમજ, આ છૂટ સિનિયર સિટીઝન માટે 50 હજાર રૂપિયા છે. જો આના કરતાં વધારે આવક હોય તો TDS કાપવામાં આવે છે.

ફિક્સ્ડ ડિપોઝિટ (FD)
જો નાણાકીય વર્ષમાં બેંક FD પર મળતું વ્યાજ 40 હજાર રૂપિયાથી ઓછું હોય તો તેના પર કોઈ ટેક્સ લાગતો નથી. આ લિમિટ 60 વર્ષથી ઓછી વયના લોકો માટે છે. તેમજ, સિનિયર સિટીઝન એટલે કે 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકોની FDમાંથી થતી 50 હજાર રૂપિયા સુધીની આવક ટેક્સ ફ્રી હોય છે. તેનાથી વધુની આવક પર 10% TDS કાપવામાં આવે છે.

RDમાંથી મળતા વ્યાજ પર ટેક્સ
જો રિકરિંગ ડિપોઝિટ (RD)ની વ્યાજની આવક 40,000 રૂપિયા (સિનિયર સિટીઝનના કિસ્સામાં 50,000 રૂપિયા) સુધીની હોય તો તમારે તેના પર કોઈ ટેક્સ ભરવો પડશે નહીં. આની ઉપરની આવક માટે 10% TDS કાપવામાં આવે છે.

PAN ન હોય તો વધારે ટેક્સ લાગે છે
જો વ્યાજની આવક નિર્ધારિત ફ્રી લિમિટથી વધુ હોય તો બેંક દ્વારા 10% TDS કાપવામાં આવે છે. પરંતુ જો તમે પાન નંબર ન આપ્યો હોય તો પછી TDSનો દર 20% થઈ જાય છે.

જો તમારી કુલ આવક ટેક્સ ભરવામાં ન આવે તો શું કરવું?
જો તમારા બચત ખાતાંમાંથી વાર્ષિક વ્યાજની આવક, FD અથવા RD અનુક્રમે રૂપિયા 10,000, 40,000 અને 50,000 રૂપિયાથી વધુ હોય પરંતુ કુલ વાર્ષિક આવક (વ્યાજની આવક સહિત) તેટલી હદે ન હોય જ્યાં તેની પર ટેક્સ લાગે તો બેંક TDS નથી કાપવામાં આવતો. આ માટે સિનિયર સિટીઝને બેંકમાં ફોર્મ 15H અને અન્ય લોકોને ફોર્મ 15G સબમિટ કરાવવાનું રહેશે. ફોર્મ 15G અથવા ફોર્મ 15H એ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે. તેમાં તમે એ જણાવી શકો છો કે તમારી આવક ટેક્સની લિમિટથી બહાર છે. જે કોઈપણ વ્યક્તિ આ ફોર્મ ભરે તેવે ટેક્સની લિમિટથી બાકાત રાખવામાં આવે છે.

TDS શું છે?
જો કોઈની કોઈ આવક હોય તો તે આવકમાંથી ટેક્સ કાપ્યા પછી જો વ્યક્તિને બાકીની રકમ આપવામાં આવે છે તો ટેક્સ તરીકે કાપવામાં આવેલી રકમને TDS કહેવામાં આવે છે. સરકાર TDS દ્વારા ટેક્સ ભેગો કરે છે. તે વિવિધ પ્રકારના આવક સ્ત્રોતો પર કાપવામાં આવે છે જેમ કે, પગાર, કોઈપણ રોકાણ અથવા કમિશન પરના વ્યાજ વગેરે. કોઈપણ સંસ્થા (જે TDSની લિમિટમાં આવે છે) જે ચૂકવણી કરતી હોય તે TDS તરીકેની ચોક્કસ રકમ કાપે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here