Wednesday, December 8, 2021
Homeઅમદાવાદ : બેંક ઓફ બરોડાના કર્મચારીએ કરી ઠગાઈ, પત્નીના ખાતામાં ટ્રાન્સફર કર્યા...
Array

અમદાવાદ : બેંક ઓફ બરોડાના કર્મચારીએ કરી ઠગાઈ, પત્નીના ખાતામાં ટ્રાન્સફર કર્યા 1.69 કરોડ રૂપિયા

  • બા‌વળા BoBના કર્મચારીએ 1.69 કરોડની ઉચાપત કરી
  • પત્નીના ખાતામાં નાખ્યા 1.69 કરોડ રૂપિયા
  • આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરી ઓનલાઈન રકમ ટ્રાન્સફર કરી હતી

અમદાવાદ જિલ્લાની બાવળા ખાતે આવેલ બેન્ક ઓફ બરોડામાં ફરજ બજાવતાં કર્મચારીએ કરોડો રૂપિયાની ઉચ્ચાપત કર્યા અંગેની ફરિયાદ બાવળા પોલીસ મથકે નોંધાઈ છે. હાલ બેન્કનો કર્મચારી આરોપી ફરાર છે.

બાવળાની બેંક ઓફ બરોડા શાખમાં સ્પેશિયલ આસિસ્ટન્ટે પોતાના તેમજ બેંકના બીજા કર્મચારીઓના આઇડી અને પાસવર્ડનો દુરુપયોગ કરીને ગ્રાહકોના ખાતાની એફડી તોડીને અને ગ્રાહકોના બચત ખાતાના બેલેન્સમાંથી 1,69,75,902 તેની પત્નીનાં ખાતામાં ટ્રાન્સફર કરી પૈસા ઉપાડી લીધા હતા.

તપાસ કરતા જાણવા મળ્યું કે,  સ્પેશ્યિલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા કિરણ ચુનારાએ પોતાના તેમજ બેંકના બીજા કર્મચારીઓના આઇડી અને પાસવર્ડનો દુરુપયોગ કરીને બેંકના ગ્રાહકોના ખાતાની એફડી તોડીને અને ગ્રાહકોના બચત ખાતાના બેલેન્સમાંથી રૂપિયા 1,69,75,902 તેની પત્ની ભારતીબેનના ખાતામાં ટ્રાન્સફર  કરીને પૈસા ઉપાડી લીધા હતા.

બેન્ક ઓફ બરોડાની વિજિલન્સ ટિમ ના સર્વેલ્સનમાં ધ્યાને આવ્યું કે ભારતી ચુનારા નામના એકાઉન્ટમા છેલા 3 થી 4 માસમાં મોટી મોટી રકમ વારંવાર જમા થઈ રહી છે. જે શંકાસ્પદ લાગતા બેન્ક એકાઉન્ટની વિગતો તપાસવામાં આવી હતી. ત્યારે ખુદ બેન્કનો કર્મચારી ઠગ નીકળ્યો.

અમદાવાદ બેંક ઓફ બરોડાની વિજિલન્સ ડિપાર્ટમેન્ટ ખાતે રિજિઓનલ મેનેજરે બાવળા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. હાલ આરોપી કિરણ ચુનારા ફરાર છે. ત્યારે બાવળા પોલીસે આરોપી ની શોધખોળ શરૂ કરી વધુ તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments