Tuesday, September 28, 2021
Homeબેંક ઓફ બરોડાએ મેનેજરની 511 ખાલી પડેલી જગ્યા માટે ભરતી બહાર પાડી
Array

બેંક ઓફ બરોડાએ મેનેજરની 511 ખાલી પડેલી જગ્યા માટે ભરતી બહાર પાડી

બેંક ઓફ બરોડા (BOI)એ વેલ્થ મેનેજમેન્ટ સર્વિસિસ ડિપાર્ટમેન્ટમાં મેનેજરના 511 પદો પર ભરતી માટે ઓનલાઈન અરજી મગાવી છે. આ પદો માટે એપ્લિકેશન પ્રોસેસ 29 એપ્રિલ સુધી ચાલુ રહેશે. ઈચ્છુક ઉમેદવારો આ પદો માટે નક્કી સમય પહેલા ઓનલાઈન અરજી કરી શકે છે. નોંધ આ પદો કરારના આધારે ભરવામાં આવશે.

પદોની સંખ્યા- 511

પદ સંખ્યા
સિનિયર રિલેશનશિપ મેનેજર 407
ઇ-વેલ્થ રિલેશનશિપ મેનેજર 50
ટેરીટરી હેડ 44
ગ્રુપ હેડ 6
પ્રોડક્ટ હેડ (ઈન્વેસ્ટમેન્ટ એન્ડ રિસર્ચ) 1
હેડ (ઓપરેશન્સ એન્ડ ટેકનોલોજી) 1
ડિજિટલ સેલ્સ મેનેજર 1
આઇટી ફંક્શનલ એનાલિસ્ટ-મેનેજર 1

મહત્ત્વની તારીખ…

અરજી શરૂ થવાની તારીખ- 9 એપ્રિલ
અરજીની છેલ્લી તારીખ- 29 એપ્રિલ

લાયકાત…

આ પદ માટે અરજી કરનાર ઉમેદવારોની પાસે ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જોઈએ. તે સિવાય સંબંધિત સ્ટ્રીમમાં PGની ડિગ્રી હોવી જોઈએ. પોસ્ટ્સના અનુસાર યોગ્યતા જોવા માટે ઓફિશિયલ નોટિફિકેશન જોવું.

વય મર્યાદા…

વિવિધ પદો માટે જુદી જુદી વર્ય મર્યાદા નક્કી કરવામાં આવી છે. તેની વિસ્તૃત જાણકારી માટે ઉમેદવારો ઓફિશિયલ નોટિફિકેશન ચેક કરી શકે છે.

એપ્લિકેશન ફી…

અનરિઝર્વ– 600 રૂપિયા
SC,ST અને મહિલા- 100 રૂપિયા

સિલેક્શન પ્રોસેસ…

આ પદ માટે ઉમેદવારોનું સિલેક્શન પર્સનલ ઈન્ટરવ્યુ, ગ્રુપ ડિસ્કશન અને અન્ય કોઈ સિલેક્શન મેથર્ડના આધાર પર કરવામાં આવશે.

આ રીતે અરજી કરવી…

ઈચ્છુક અને યોગ્ય ઉમેદવારો આ પદ માટે ઓનલાઈન અરજી કરી શકે છે. વધુ જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જોવું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments