Friday, September 17, 2021
Homeબેંક ઓફ બરોડા : લોનના 221.76 કરોડની બાકી વસુલાત
Array

બેંક ઓફ બરોડા : લોનના 221.76 કરોડની બાકી વસુલાત

વડોદરાના ભટનાગર બંધુઓને મેસર્સ ડાયમંડ પાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમીટેડ ઉપર બેંક ઓફ બરોડામાંથી લીધેલી લોનના 221.76 કરોડની બાકી વસુલાત અંગે ડેબિટ રિકવરી ટ્રીબ્યુનલ દ્વારા નોટીસ પાઠવવામાં આવી છે. આ રકમ ભટનાગર બંધુઓને 15 દિવસમાં ભરી દેવા માટે પણ આદેશ કરાયો છે.અગાઉ બેંક ઓફ ઇન્ડીયાના રૂા.909.69 કરોડ 15 દિવસમાં ચૂકવવા નોટિસ અપાઇ હતી. બેંકનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, વડોદરાના અમિત ભટનાગર, સુરેશ ભટનાગર અને સુમિત ભટનાગરે વિવિધ કંપનીઓ બનાવ્યા બાદ તેના ઉપર આશરે રૂા.4 હજાર કરોડની લોન મેળવી હતી.

જે અંગે સીબીઆઈમાં કેસ દાખલ થયો હતો. જેમાં ભટનાગર બંધુઓની ધરપકડ થયા બાદ તેમને જામીન મળ્યાં હતાં. આ લોનની ભરપાઈ કરવામાં ન આવતા બેંક ઓફ બરોડા સહિતની વિવિધ બેંકો દ્વારા વસુલાતની કાર્યવાહી શરૂ કરી છે. જેમાં સાવલી નજીક આવેલી મેસર્સ ડાયમંડ પાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના નામે ભટનાગર બંધુઓએ બેંક ઓફ બરોડામાંથી લોન મેળવી હતી. આ લોન સમયસર ભરપાઈ કરવામાં ન આવતા લોનની રકમ અને વ્યાજ મળી કુલ રૂા.221.76 કરોડની રકમ હવે ભટનાગર બંધુઓને ભરવાની થાય છે. અને તેનો મામલો ડેબિટ રિકવરી ટ્રીબ્યુનલ ખાતે પહોંચ્યો છે.

ડેબિટ રિકવરી ટ્રીબ્યુનલના રીકવરી અધિકારી પ્રકાશ મીનાએ નોટીસ આપીને મેસર્સ ડાયમંડ પાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમીટેડના અમિત ભટનાગર,સુરેશ ભટનાગર અને સુમિત ભટનાગરે ડાયમંડ પ્રોજેક્ટ અને મેસર્સ માધુરી ફિનસર્વ પ્રાઈવેટ લિમીટેડ કંપનીને કોર્પોરેટ જામીન બનાવીને બીઓબીમાંથી રૂા.221.76 કરોડ, વ્યાજ વધતા રૂા.1.75 કરોડની કોસ્ટ વ્યાજ તથા તેની રકમની વસુલાત બાકી નિકળે તે રકમ નોટીસ મળ્યાના 15 દિવસમાં ભરપાઈ કરવા જણાવાયું છે.

હાઈકોર્ટે કોઈ કાર્યવાહી ન કરવા સ્ટે આપેલો છે

આ કેસ ઓલરેડી એનસીએલટીમાં પેન્ડિંગ છે. આ ડેબ્ટ રીકવરીનો કોઈ મતલબ રહેતો નથી. અને બેંક ઓફ ઈન્ડિયા દ્વારા અમારૂ એકાઉન્ટ ફ્રોડ જાહેર કરાયું હતું.તેની સામે અમે હાઈકોર્ટમાં ગયા હતા. હાઈકોર્ટે આ મામલે અમારી સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહી કરવા માટેનો આદેશ આપ્યો છે. -અમીત ભટનાગર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments