Friday, August 12, 2022
HomeMFની ચેતવણી : નાના ધંધાર્થીઓની નાદારીમાં ત્રણ ગણો વધારો થઇ શકે છે,...
Array

MFની ચેતવણી : નાના ધંધાર્થીઓની નાદારીમાં ત્રણ ગણો વધારો થઇ શકે છે, આર્થિક રિકવરીની સમસ્યા વધશે

- Advertisement -

નવી દિલ્હી. ઇન્ટરનેશનલ મોનિટરી ફંડે (IMF) ચેતવણી આપી છે કે, યોગ્ય સરકારી સહાય ન મળી તો આ વર્ષે સ્મોલ એન્ડ મિડીયમ એન્ટરપ્રાઈઝ (SME)માં નાદારીનો દર ત્રણ ગણો વધી શકે છે. જો આમ થશે તો આર્થિક રિકવરી અને નાણાકીય અસ્થિરતાની સમસ્યા વધશે.

17 દેશોના એનાલિસિસના આધારે ચેતવણી

17 દેશોના એનાલિસિસના આધારે IMFએ ચેતવણી આપી હતી કે, આ વર્ષે SMEના નાદારીનો દર 12% સુધી પહોંચી શકે છે. કોવિડ-19 પહેલા, આ દર 4% હોવાનો અંદાજ હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ઉત્પાદન અને માગમાં મોટા પ્રમાણમાં ઘટાડાને કારણે ઇટાલીના મોટાભાગના નાના ધંધાને અસર થશે. IMFએ જણાવ્યું હતું કે ટેક્સ, ગ્રાન્ટ, વ્યાજ દર પર સબસિડી અને સામાજિક સુરક્ષા યોગદાનને કારણે ગ્રુપ-20 જૂથના દેશોમાં નાના ઉદ્યોગોને મોટી રાહત મળશે.

સર્વિસ સેક્ટર પર સૌથી વધુ અસર પડશે

રિપોર્ટ અનુસાર, કોવિડ-19ની સર્વિસ સેક્ટર પર સૌથી વધુ અસર પડશે. આ ક્ષેત્રમાં નાના ઉદ્યોગોનો નાદારીનો દર 20% સુધી વધી શકે છે. કૃષિ, પાણી, કચરા (વેસ્ટ) સંબંધિત ધંધા જેવી આવશ્યક પ્રવૃત્તિઓની કોવિડ-19ની ઓછી અસર થશે. આ ક્ષેત્રોમાં નાદારીના દર નીચા રહેશે.

અમેરિક-કેનેડાના ત્રીજા ભાગના નાના ઉદ્યોગો બંધ થવાનો ભય

વોશિંગ્ટનના એક ફંડ મુજબ, કેનેડા, દક્ષિણ કોરિયા, બ્રિટન અને અમેરિકામાં 33%થી વધુ નાના ધંધા ચાલુ વર્ષે બંધ થવાનો ભય છે. તાજેતરના બ્લોગ પોસ્ટમાં, IMFના MD ક્રિસ્ટાલિના જ્યોર્જિવાએ કહ્યું હતું કે નાના ઉદ્યોગોને મદદ કરવાનો આર્થિક ખર્ચ અને વધતું દેવું મોટી ચિંતા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular