એમેઝોન-ફ્લિપકાર્ટ સાથે સાંઠગાંઠ કરવાનો બેન્કો પર આરોપ, RBIને ફરિયાદ

0
4

તોતિંગ ડિસ્કાઉનના કારણે ચર્ચામાં રહેલ એમેઝોન, ફ્લિપકાર્ટ સહિત કેટલાંક અન્ય ઇ-કોમર્સ પોર્ટલ પર હવે કેટલીક બેન્કો સાથે સાંઠગાંઠનો આરોપ મૂકવામાં આવ્યો છે. રિટેલ વેપારીઓના સંગઠન કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (Confederation of All India Traders / CAIT) એ આ ઇ-કોમર્સ પોર્ટલથી સામાન ખરીદવા પર બેન્કો દ્વારા આપવામાં આવતા કેશ બેક અને ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટને એક મોટી સમસ્યા ગણાવી છે. તેનું કહેવુ છે કે, આજે દેશની કેટલી બેન્કો આ ઇ-કોમર્સ પોર્ટલ સાથે કાર્ટલ રચી રહી છે, જેને પગલે દેશના નાના વેપારીઓને નુકસાન થઇ રહ્યુ છે.

રિઝર્વ બેન્કને કરી ફરિયાદ

CAITએ કહ્યુ કે, એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવા કેટલીક ઇ-કોમર્સ પોર્ટલોની સાથે મળીને બેન્કો દેશના વેપારીઓ અને ગ્રાહકોના મૌલિક અધિકારોનું ઉલ્લંઘન કરી રહી છે. તેમણે આરોપ મૂક્યો છે કે, બેન્કો અને ઇ-કોમર્સ કંપનીઓ દેશના સંવિધાનની પ્રસ્તાવના અને સરકારની સીધા વિદેશી મૂડીરોકાણની નીતિનું સદંતર ઉલ્લંઘન કરી રહ્યા છે. સંગઠને દેશના ઇ-કોમર્સ બિઝનેસમાં અયોગ્ય વ્યાવસાયિક વાતાવરણને પ્રોત્સાહન આપવા માટે બેન્કો અને એમેઝોન-ફ્લિપકાર્ટની વચ્ચે એક કાર્ટલ બનાવવાનો આરોપ મૂક્યો છે. આ અંગની ફરિયાદ બેન્કિંગ ક્ષેત્રના નિયામક રિઝર્વ બેન્કને પણ કરી છે.

CCI પણ કરશે ફરિયાદ

CAITના રાષ્ટ્રીય પ્રમુખ બીસી ભરતિયા તેમજ રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે કહ્યુ કે, તેઓ અસ્વસ્થ પ્રતિસ્પર્ધાને પ્રોત્સાહન આપવાના મામલે બેન્ક તેમજ એમેઝોન-ફ્લિપકાર્ટના કાર્ટલની તપાસ તેમજ કાર્યવાહી કરવા ઇન્ડિયન કોમ્પિટિશન કમિશન (CII)ની સામે એક અલગ ફરિયાદ દાખલ કરશે. આવા પ્રકારની સાંઠગાંઠ ભારતમાં નાના વેપારીઓની માટે મોતની ઘંટી સાબિત થઇ રહી છે.

બેન્કો આપનાવી રહી છે અયોગ્ય નીતિ

રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસને આજે મોકલેલ એક રજૂઆતમાં CAITએ કહ્યુ કે, ઘણી બેન્કો એમેઝોન અને ફિલપકાર્ટના ઇ-કોમર્સ પોર્ટલથી કોઇ પણ માલસામાનની ડેબિટ કે ક્રેડિટ કાર્ડથી ખરીદી પર સમયાંતર 10 ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ કે કેસ બેન્ક આપી રહી છે. જો કે આ જ માલસામાન કોઇ દુકાન પરથી કાર્ડ મારફતે ખરીદવામાં આવે તો આ ડિસ્કાઉન્ટ મળતુ નથી. આ એક અયોગ્ય નીતિ છે. તેમાં મુખ્યત્વ એચડીએફસી બેન્ક, એસબીઆઇ, આઇસીઆઇસીઆઇ બેન્ક, સિટી બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક, એચએસબીસી, બેન્ક ઓફ બરોડા, આરબીએલ બેન્ક, એક્સિસ બેન્ક વગેરે શામેલ છે. બેન્કોની આ નીતિ વેપારીઓ અને ખરીદદારોની વચ્ચે સ્પષ્ટ રીતે ભેદભાવ રાખે છે, જે ભારતીય સંવિધાનનું ઉલ્લંઘન છે. રિઝર્વ બેન્કને આ બેન્કો સામે તાત્કાલિક કાર્યવાહી કરવા ભલામણ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here