મોહમ્મદ રફીના પુત્રના 5 કરોડના ફલેટ પર બેન્કની કાનૂની લડાઈ

0
13

મુંબઈ તા.12
પોતાની શાનદાર ગાયિકીથી લોકોના દિલમાં સ્થાન બનાવનાર મર્હુમ ગાયક મોહમ્મદ રફીના ગુજર્યાના 40 વર્ષ બાદ તેમના પુત્ર શાહીદને પોતાનું પૈતૃક ઘર બચાવવું મુશ્કેલ બન્યું છે. બાંદ્રાના 28 કરોડ સ્થિત રફીમેન્શન 1970ના દાયકામાં રફીએ બનાવી હતી, જેના બચાવ માટે પુત્ર શાહીદ રફીએ હાલ કાનૂની લડાઈ લડવી પડી રહી છે.


આ અંગે વધુમાં જાણવા મળતી વિગત એવી છે કે એચડીએફસી બેન્કે કોર્ટમાં અરજી દાખલ કરીને ઈમારતમાં પાંચમાં માળે આવેલા શાહીદના ફલેટનો કબ્જો માંગ્યો છે. જે બંગલો રફીએ બનાવ્યો હતો તેને 1980માં પાડીને અહીં ઈમારત બનાવી હતી. બેન્કે દાવો કર્યો છે કે શાહીદે નિંબસ ઈન્ડસ્ટ્રીઝ લીમીટેડ નામની કંપનીને ફલેટ વેચવાની ડીલ કરી હતી અને કંપનીઓ ફલેટ ખરીદવા બેન્કમાંથી 4.17 કરોડ રૂપિયાની લોન લીધી હતી. જયારે નિંબસે પૈસા પરત ન કર્યા તો બેન્કે કોર્ટમાં સંપતિ પર દાવો ઠોકયો છે. જયારે શાહીદનું કહેવું છે કે તે નિંબસને પ્રોપર્ટી વેચવા નહોતા માંગતા પણ નવેમ્બર 2017માં એક કરજ ચૂકવવા માટે માત્ર થોડા સમય માટે સમજૂતી થયેલી. જો કે આ મામલે શાહિદને કોર્ટ તરફથી કોઈ રાહત નથી મળી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here