કડક પગલાં : ICCએ એન્ટી કરપ્શનના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દિપક અગ્રવાલને 2 વર્ષ માટે પ્રતિબંધિત કર્યો

0
26
  • અગ્રવાલ T-10 લીગમાં સિંધી ફ્રેન્ચાઇઝનો ટીમ ઓનર છે
  • તેણે અગાઉ બાંગ્લાદેશના શાકિબ અલ હસનને ફિક્સિંગ માટે એપ્રોચ કર્યો હતો
  • આ અંગે ICCને જાણ ન કરતા ગયા વર્ષે શાકિબ પણ 2 વર્ષ માટે પ્રતિબંધિત થયો હતો

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ બુધવારે દિપક અગ્રવાલ પર 2 વર્ષનો પ્રતિબંધ મુક્યો છે. દિપકે ICC એન્ટી કરપ્શનના નિયમોનું ઉલ્લંઘન કર્યું હોવાથી તેને આ સજા ફટકારવામાં આવી છે. દિપક T-10 લીગમાં સિંધી ફ્રેન્ચાઇઝનો ટીમ ઓનર છે. દિપકે એક ચાર્જ કબૂલ કરતા તેના પ્રતિબંધમાંથી 6 મહિના સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

અગાઉ શાકિબ અલ હસનને પણ એપ્રોચ કર્યો હતો

દિપક અગ્રવાલે અગાઉ વોટ્સએપ ચેટ દ્વારા બાંગ્લાદેશના  કેપ્ટન શાકિબ અલ હસનને ફિક્સિંગ માટે કહ્યું હતું. આ અંગે શાકિબે કોઈ માહિતી ન આપતા ICCએ 29 ઓક્ટોબર, 2019ના રોજ તેના પર બે વર્ષનો પ્રતિબંધ લગાવ્યો હતો. મેચ ફિક્સિંગ માટે બુકીઓ દ્વારા ખેલાડીઓની અપ્રોચ અંગે તેણે રિપોર્ટ કર્યા ન હતા. ICCના એન્ટી કરપ્શનના ઉલ્લંઘન બદલ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે 2માંથી 1 વર્ષની સજા સસ્પેન્ડ કરવામાં આવી હતી. શાકિબ 29 ઓક્ટોબર 2020થી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કમબેક કરી શકશે.

આ નિર્ણય અંગે શાકિબે ત્યારે કહ્યું હતું કે, ”આ દુખની વાત છે કે જે ગેમને હું પ્રેમ કરું છું તે રમવા પર પ્રતિબંધ લાગ્યો છે. ICC ACU ભ્રષ્ટાચાર વિરુદ્ધની મુખ્ય લડાઇ માટે ખેલાડીઓ પર આધારિત છે અને મેં મારી ફરજ યોગ્ય રીતે બજાવી નથી.  ” શાકિબે એન્ટી કરપ્શન કોડ અંતર્ગત ત્રણ ચાર્જ કબૂલ્યા હતા.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here