ભારતના સમર્થનમાં પાકિસ્તાનમાં બેનર્સ લાગ્યાં, પાક પોલીસએ હાથ ધરી તપાસ

0
12

ઇસ્લામાબાદ, તા.7 ઓગસ્ટ 2019, બુધવાર

પાંચમી ઑગસ્ટે ભારતે જમ્મુ કશ્મીરને ખાસ દરજ્જો આપતી 370મી કલમ રદ કરી એના બીજાજ દિવસે મંગળવારે સવારે પાકિસ્તાનના કેટલાક વિસ્તારમાં ભારતને સમર્થન આપતાં

પોસ્ટર્સ દેખાતાં પાકિસ્તાની પોલીસ ટેન્શનમાં આવી ગઇ હતી અને તાબડતોબ આ પોસ્ટર્સ ક્યાંથી આવ્યાં એની તપાસ શરૂ કરી હતી.

આ પોસ્ટર્સ પર શિવસેનાના સંજય રાઉતનેા સંદેશો લખેલો હતો. રાઉતે લખ્યું હતું, મહાભારત એક કદમ આગે… આજ કશ્મીર લિયા હૈ, કલ બલુચિસ્તાન ઔર પીઓકે લેંગે. મુઝે વિશ્વાસ હૈ કિ દેશ કે પ્રધાનમંત્રી અખંડ હિન્દુસ્તાન કા સપના પૂરા કરેંગે.

શિવસેનાના નેતાએ લખેલા આ વિધાન ધરાવતાં બેનર્સ પાકિસ્તાનમાં ક્યાંથી આવ્યાં અને કોણે કેવી રીતે મોકલ્યા એની તપાસ પોલીસે શરૂ કરી હતી. અજનબી લોકો સામે પોલીસે ગુનો નોંધ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here