અંબાજી ખાતે કરની સેના દ્વારા બંસી ગૌ સેવા સમિતિનું ફૂલની માળા પહેરાવી કરાયું સન્માન.

0
28
જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે શ્રી રાજપુત કરણી સેના દ્વારા હાલમાં ચાલી રહેલી કોરોનાવાયરસ ની મહામારી વચ્ચે કોરોના યોદ્ધા તરીકે ફરજ અદા કરનાર પોલીસ કર્મચારીઓ, આરોગ્ય કર્મચારીઓ અને મીડિયાના મિત્રો નું કરાયું સન્માન પોલીસ કર્મચારીઓએ જીવના જોખમે પોતાના પરીવારની પરવા કર્યા વગર લોકોની સુરક્ષા માટે અડીખમ ઊભા રહ્યા છે ત્યારે આરોગ્ય ટીમ દ્વારા પોતાના જીવની પરવા કર્યા વગર લોકોની સારવાર માટે હંમેશા તત્પર રહ્યા છે ત્યારે મીડિયાનાં મિત્રો કોઈપણ કેવી પણ વિકટ પરિસ્થિતિમાં જઈ અને સાચી હકીકત માહિતી લોકો સુધી પહોંચાડે છે અને ખરેખર આ લોકો કોરોના યોદ્ધા સાબિત થયા છે.
ત્યારે અંબાજી ખાતે શ્રી કરણી સેના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ રાઠોડ , શ્રી કરણી સેના અને બ્લેક ફાલ્કન સિક્યુરિટી એજન્સીના  એમ.ડી. અને એક્સ આર્મી મેન સંદીપ સિંહ રાજપુત અને બ્લેક ફાલકોનસ સિક્યુરિટી એજન્સી નાં મેનેજર વસીમ મેમણ સહિત રાજપૂત સમાજ ના યુવા મિત્રો દ્વારા અંબાજી ખાતે ફૂલ માળા પહેરાવી અને પોલીસ, આરોગ્ય અને મીડિયા કર્મીઓ નું સન્માન કરવામાં આવ્યું હતું આ સિવાય આજે કરની સેના દ્વારા બંસી ગૌ સેવા સમિતિ ના સભ્યો નું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં  સુરપાલ સિંહ બારડ , બંટી ભાઈ, નરેન્દ્ર સિંહ ,જયેન્દ્ર સિંહ , જયેશ સિંહ ,જીગર ભાઈ, બલવિર સિંહ,દેવેન્દ્રસિંહ ઝાલા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા, બંસી ગૌ સેવા સમિતિ દ્વારા લોક ડાઉન સમય માં ગાયો અને પશુઓની સુંદર સેવા કરવામાં આવી હતી, રોજ સવારે અને સાંજે ગાયો માટે જમવાનું બનાવી ભોજન કામગીરી પણ કરવામાં આવી હતી આ સિવાય લોક ડાઉન થી આજદિન સુધી ગાયો માટે લીલો ઘાસચારો પણ આપવામાં આવતો હતો, બંસી ગૌ સેવા સમિતિ ને એક દાતા દ્વારા એમ્બ્યુલન્સ પણ દાન મા આપવામાં આવી છે.
રિપોર્ટર : મહેશ સેનમા, CN24NEWS, દાંતા, અંબાજી, બનાસકાંઠા           

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here