બાપૂએ કોરોનાને આપી માત, પરંતું ભરતસિંહ સોલંકીની તબિયત હજી પણ નાદુરસ્ત

0
15

કોરોનાની લાંબી સારવાર બાદ પણ ભરતસિંહ સોલંકીની સ્થિતિમાં કોઈ સુધારો આવ્યો નથી..

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકર સિંહ વાઘેલાએ કોરોનાને માત આપી ચૂક્યા છે. ગત મહિનાના છેલ્લા અઠવાડીયામાં તેઓ કોરોનાથી સંક્રમિત થયા હતા. તેમને બે દિવસ સુધી તાવ રહ્યો હતો, પણ તેઓ નજર અંદાજ કરતા રહ્યા હતા. તપાસ કરાવી તો ખબર પડી કે, તેઓ કોરોના પોઝિટીવ છે. ત્યાર બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જો કે, હવે તેઓ સંક્રમણથી મુક્ત થયા છે અને હોસ્પિટલમાં રજા આપી દેવામાં આવી છે.

તો આ તરફ કોંગ્રેસના સિનિયર નેતા ભરતસિંહ સોલંકીની તબિયત હજી પણ નાદુરસ્ત છે. કોરોનાની લાંબી સારવાર બાદ પણ તેમની સ્થિતિમાં કોઈ સુધારો આવ્યો નથી. તેમને આપવામાં આવતા ઓક્સિજનના પ્રેશરમાં વધારો કરવો પડી રહ્યો છે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા પણ ભરતસિંહની તબિયત જાણવા સિમ્સ હોસ્પિટલ પહોંચ્યા હતા. તેઓએ ભરતસિંહ સોલંકીની સારવાર કરી રહેલ મેડિકલ ટીમ સાથે મુલાકાત કરી હતી.

22 જૂનના રોજ ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેના બાદ તેઓને તાત્કાલિક વડોદરાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પરંતું તેમની તબિયત વધુ લથડતા તેઓને થોડા દિવસમાં અમદાવાદ સીમ્સ હોસ્પીટલમાં ટ્રાન્સફર કરાયા હતા. જેના બાદ તેમની તબિયત સતત નાજુક રહેતી છે. હાલ નાજુક તબિયતના કારણે ઓક્સિજનના પ્રેશરમાં વધારો કરવો પડી રહ્યો છે. તેમની તબિયત અંગે સિમ્સ હોસ્પિટલે એક અખબારી યાદીમાં જણાવ્યું કે, 6 જુલાઈના રોજ ભરત સોલંકી કોવિડ-19ની ટ્રીટમેન્ટ માટે અમદાવાદ ખાતે આવેલ CIMS હોસ્પિટલના આઈસીયુમાં દાખલ થયા હતા. દિવસ દરમિયાન તેમની ઓક્સિજનની જરૂરિયાતમા વધારો થયો છે. હાલમા તેઓને BIPAP પર રાખવામાં આવ્યા છે. હજી ઓક્સિજનની જરૂરિયાત વધી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here