તારક મહેતા..ની ટીમ આવશે ડાન્સ શૉમાં : બાપૂજી કરશે મલાઇકા અરોરા સાથે ડાન્સ.

0
7
  • તારક મહેતા..ની ટીમ આવશે ડાન્સ શૉમાં
  • બાપૂજી કરશે મલાઇકા અરોરા સાથે ડાન્સ
  • જેઠાલાલ અને બાપૂજીની મજાક કરશે શૈલેષ

આ વિકએન્ડમાં નાના પરદે જોરદાર ધમાલ થવાની છે, કારણકે બે ફેમસ શૉ એક સાથે જોવા મળશે. તારક મહેતા..ની સંપૂર્ણ ટીમ ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સરના સેટ પર આવવાની છે. તારકની ટીમ શૉ પર જઇને ધમાલ કરવાની છે.

ડાન્સ શૉની એક ઝલક જોઇને સાફ થઇ ચૂક્યુ છે કે તારક મહેતા…ની ટીમ સેટ પર પોતાનો જાદુ પાથરશે. જેઠાલાલ, બાપૂજી અને પોપટલાલ મલાઇકા સાથે ડાન્સ કરતા જોવા મળશે.

પોપટલાલ સ્ટેજ પર મલાઇકા સાથે ડાન્સ કરવાની રિકવેસ્ટ કરશે અને બાદમાં મલાઇકા દરેક સાથે ડાન્સ કરતી જોવા મળશે. બાપૂજીને આ ઉંમરે મલાઇકા સાથે ડાન્સ કરતા જોઇને જેઠાલાલ પાણી પાણી થઇ જશે.

તારક મહેતા એટલે કે શૈલેષ લોઢા બંનેની મજાક કરતા તેવું પણ કહેશે કે મલાઇકાને લીધે પિતા-પુત્રની જોડી એક જ લાઇનમાં ઉભી છે. આ સાંભળીને મલાઇકા સહિતના લોકો હસી પડશે.

આ ડાન્સ શૉમાં જેઠાલાલ મલાઇકા પર થયા ફીદા અને કહેવા લાગ્યા કે તમારુ નામ ભૂલી મલાઇકા અરોરા રાખવામાં આવ્યુ છે તમારુ નામ તો અસલમાં હુસ્નની મલ્લિકા છે.

હવે તારક મહેતાની ટીમ આવવાની છે તો તમારા ઘરમાં પણ ધમાલ પાક્કી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here