Friday, August 6, 2021
Homeઅમદાવાદ : બાપુનગર પોલીસે બનાવટી પાનમસાલા બનાવતી ફેક્ટરી ઝડપી : 2 ની...
Array

અમદાવાદ : બાપુનગર પોલીસે બનાવટી પાનમસાલા બનાવતી ફેક્ટરી ઝડપી : 2 ની અટકાયત.

બાપુનગર પોલીસે બનાવટી પાન મસાલા બનાવતી એક ફેક્ટરી પર રેડ કરી સંખ્યાબંધ પાન મસાલાનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે રૂ. દોઢ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી પોલીસે બે આરોપીઓની અટકાયત કરી છે. બ્રાન્ડેડ કંપનીના ફેક્ટરીમાં નકલી પાન મસાલા બનાવવામાં આવતા હતા.

જાણીતી બ્રાન્ડના પાન મસાલા બનાવટી રીતે મિક્સ કરી બજારમાં વેચવામાં આવતી
જાણીતી બ્રાન્ડના પાન મસાલા બનાવટી રીતે મિક્સ કરી બજારમાં વેચવામાં આવતી

 

જાણીતી કંપનીના બનાવટી પાન મસાલા દોઢેક વર્ષથી વેચતા

બાપુનગર પોલીસને બાતમી મળી હતી કે, સંતોષ એસ્ટેટમાં આવેલા એક કારખાનામાં બનાવટી પાન મસાલા બનાવવામાં આવે છે. જેના આધારે દરોડો પાડી શબ્બીર શેખ (રહે. ગોમતીપુર) અને જીલાની શેખ (રહે. સરસપુર) ની ધરપકડ કરી હતી. બંને આરોપીઓ છેલ્લા દોઢેક વરસથી વિમલ કંપનીની પાન મસાલા બનાવટી રીતે મિક્સ કરી બજારમાં વેચવામાં આવતી હતી. મોટી સંખ્યામાં આવી રીતે નકલી વિમલ બનાવી વેચતા હોવાથી અનેક લોકોના આરોગ્ય સાથે ચેડાં કર્યા હોવાનું જણાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments