અનલોક 4.0 : બાર અને મેટ્રો સેવાઓને શરૂ કરવાની મંજૂરી મળી શકે છે : થિયેટર્સ, શાળા-કોલેજો હાલ પૂરતી બંધ રહેશે

0
12

મહામારીના સમયમાં ભારત હવે અનલોક-4 તરફ આગળ વધી રહ્યું છે. 1 સપ્ટેમ્બરથી અનલોકનો ચોથો તબક્કો શરૂ થશે. અનલોક-4 માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી એક- બે દિવસમાં ગાઈડલાઈન્સ જાહેર કરી દેવાશે. ઘણી વસ્તુઓને બાદ કરતા મોટાભાગની કામગીરી શરૂ કરી દેવાશે. બહાર નીકળતી વખતે માસ્ક પહેરવું હજી પણ ફરજીયાત છે. દરેક રાજ્યમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ગાઈડલાઈન્સમાં ફેરફાર કરવામાં આવી શકે છે. આવો જાણીએ અનલોક-4.0માં કેવી કેવી છૂટછાટ મળી શકે છે.

શું ચાલું થશે?
કેન્દ્ર સરકાર મેટ્રો સેવાઓને શરૂ કરવાની છૂટ આપી શકે છે. 22 માર્ચથી મેટ્રો સેવાઓ ઠપ થઈ ગઈ છે. તો આ તરફ દિલ્હી-NCRમાં મેટ્રો બંધ છે. મેટ્રો શરૂ થશે તો કોન્ટેક્ટલેસ ટિકિટની સિસ્ટમ લાગુ કરાશે અને ટોકન પણ આપવામાં નહીં આવે.

બાર ખોલવાની મંજૂરી મળી શકે છે
બારમાં ટેકઅવે દ્વારા દારૂ વેચવાની છૂટ મળી શકે છે. કર્ણાટક પણ રેસ્ટોરન્ટમાં દારૂ વેચવાની મંજૂરી આપવાનું નક્કી કરી ચુકી છે. આગામી મહિને પબ અને ક્લબ ખુલે તેવી શક્યતાઓ છે.

કોલકાતાથી ડોમેસ્ટિક ફ્લાઈટ શરૂ થશે
કોલકાતામાં ડોમેસ્ટિક ફ્લાઈટને મંજૂરી મળી જશે. સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે, 1લી સપ્ટેમ્બરથી દિલ્હી, મુંબઈ, પૂણે , નાગપુર, ચેન્નાઈ અને અમદાવાદની ફ્લાઈટ્સ કોલકાતા એરપોર્ટ પર લેન્ડ થઈ શકે છે. રાજ્યમાં વીકેન્ડ્સ પર લોકડાઉન યથાવત રહેશે.

શું બંધ રહેશે?
શાળા કોલેજો હાલ પૂરતી બંધ રહેશે
અનલોક -4 દરમિયાન પણ શાળા અને કોલેજ બંધ જ રહેશે. જો કે કર્ણાટકમાં 1 સપ્ટેમ્બરથી ડિગ્રી કોલેજના ઓનલાઈન ક્લાસિસ શરૂ થઈ રહ્યા છે. ત્યાં 1લી ઓક્ટોબરથી ઓફલાઈન ક્લાસિસ શરૂ કરવાની પણ યોજના છે.

થિયેટર્સ પણ હાલ બંધ
સિનેમા હોલના પણ બંધ રહેવાની આશા છે. સોશિયલ ડિસટન્સીંગના નિયમોના કારણે માત્ર 25-30% સીટો બુક થઈ શકશે જેના કારણે નુકસાન થશે. જો કે, કર્ણાટકમાં સિનેમા હોલને ખોલવાની મંજૂરી આપવામાં આવી શકે છે.

મુંબઈમાં લોકલ ટ્રેન સર્વિસ બંધ
મુંબઈની લોકલ ટ્રેન સર્વિસ બંધ રહેશે. મુંબઈ પોલીસે પણ ચેતવણી જાહેર કરી છે કે જો કોઈપણ કારણ વગર બહાર ફરતા જોવા મળશો તો ગાડી સીઝ કરી દેવાશે.

ગાઈડલાઈનનું ઉલ્લંઘન પર મોટો દંડ
ગાઈડલાઈન પ્રમાણે માસ્ક પહેરવું ફરજીયાત છે.સાથે જ ખુલ્લામાં થૂંકવા પર પણ પ્રતિબંધ છે. સોશિયલ ડિસટન્સીંગનું પાલન પણ જરૂરી છે. જો ગાઈડલાઈન્સ ફોલો નહીં કરવામાં આવે તો દંડ વસુલવામાં આવી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here