Saturday, September 18, 2021
Homeગુજરાતવલસાડ જિલ્લામાં બારેમેઘ ખાંગા, કપરાડામાં 7.5 ઇંચ વરસાદ

વલસાડ જિલ્લામાં બારેમેઘ ખાંગા, કપરાડામાં 7.5 ઇંચ વરસાદ

વલસાડ જિલ્લામાં ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો છે. સાંજે 6થી સવારે 6 વાગ્યા સુધીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં સૌથી વધુ 7.5 ઇંચ, ધરમપુર તાલુકામાં 6.5, ઉમરગામ તાલુકામાં 4 ઇંચ અને વાપી તાલુકામાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે વલસાડ તાલુકા અને પારડી તાલુકામાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે મધુબન ડેમની સપાટી 78.20 મીટર નોંધાઇ છે.

મકાન ધરાશાય થતા વૃદ્ધાનું મોત
વલસાડ તાલુકામાં દુલસાડ ગામ ખાતે એક વૃદ્ધાનું કાચું મકાન ધરાશાઇ થતા વૃદ્ધા ઘરની છત નીચે દબાઈ જતા વૃદ્ધનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. તાલુકા પંચાયતના પ્રમુખે પરિવારના સભ્યોની મુલાકાત લીધી હતી.

મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં પાણી છોડાયું
બીજી તરફ ઉપરવાસમાં વરસાદને લઈ મધુબન ડેમ 78.20 મીટર સપાટી નોંધાઇ છે. જ્યારે ડેમમાં વરસાદી પાણીની આવક 85,919 ક્યુસેક પાણી આવક જોવા મળી રહી છે. જ્યારે ડેમના 6 દરવાજા 2 મીટર ખુલ્લા રાખીને દમણગંગા નદીમાં 64,419 ક્યુસેટ પાણી દર કલાકે છોડવામાં આવી રહ્યું છે.

ડેમનું રુલ લેવલ જાળવવા ડેમમાંથી દર બે કલાકે દમણગંગા નદીમાં પાણી છોડવામાં આવે છે. મધુબન ડેમની સપાટી પર નજર કરીયે તો, હાલ 78.20 મીટર છે. ત્યારે ડેમની ભયજનક સપાટી 84 મીટર છે. ઉપર વાસ અને ડેમના કેચમેન્ટ વિસ્તારમાં પડતા વરસાદને કારણે ડેમમાં ધરખમ પાણીની આવક થવા માંડી છે.​​​​​​​

વલસાડ શહેરના શહીદ ચોક નજીક 2 જર્જરિત મકાન ધરાશાયી
ભારે વરસાદના પગલે વલસાડ શહેરના શહીદ ચોક નજીક આવેલા મોટા તાઈવાડ સુન્નત જમાત અને ઉમર ફળીયા સુન્નત જમાત ટ્રસ્ટના 150 વર્ષ જૂના 2 મકાનો ધરાશાયી થયાં છે. બંને જર્જરિત મકાનોનો કાટમાળ રોડ ઉપર પાર્ક કરેલી રિક્ષા ઉપર પડતા રિક્ષા કાટ માળમાં દબાઈ ગઈ હતી. બનાવની જાણ મુસ્લિમ સમાજના પ્રમુખ, નગર પાલિકા અને પોલીસ વિભાગને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કાટમાળ ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

વલસાડ શહેરના શહીદ ચોક પાસે આવેલા મોટા તાઈવાડ સુન્નત જમાત ટ્રસ્ટ અને ઉમર ફળીયા સુન્નત જમાત ટ્રસ્ટે ભાડે આપેલા જર્જરિત મકાનો શહેરમાં પડેલા ભારે વરસાદમાં ધરાશાયી થાય હતા. જેમાં ભાડુઆતમાં માત્ર 1 દુકાન ચાલતી હતી. મુસ્લિમ સમાજ દ્વારા દુકાનના ભાડુઆતને મકાન ખાલી કરવા વારંવાર જણાવવા છત્તા મકાન ખાલી કરતો ન હતો. અને પાલિકાએ પણ મકાનને જર્જરિત જાહેર કર્યું હતું.

મંગળવારે રાત્રે બંને ટ્રસ્ટના મકાનો ધરાશાયી થતાં મકાનનો કાટમાળ રોડ ઉપર પડ્યો હતો. મુખ્ય માર્ગ હોવા છતાં મકાન પડવાથી સદનસીબે કોઇ જાનહાનિ થઈ ન હતી. જોકે, મકાન આગળ પાર્ક કરેલી 2 રિક્ષાઓ મકાનના કાટમાળમાં દબાઈ ગઈ હતી. નગર પાલિકાના ફાયર બ્રિગેડના માણસોએ રોડ ઉપરથી જોખમી ભાગ દૂર કરવાની કામગીરીમાં લાગ્યા હતા. વલસાડ સીટી પોલીસના જવાનોએ ટ્રાફિકની સંચાલન કરી ટ્રાફિક જામની સમસ્યા દૂર કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments