વડોદરા : બરોડા ક્રિકેટ એસોસિએશન ચૂંટણીમાં રીવાઈકલનો 23 અને રોયલનો 8 બેઠકો પર વિજય

0
19

વડોદરાઃબરોડા ક્રિકેટ એસોસિએશનની 6 વર્ષ બાદ 31 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં રીવાઇવલ ગૃપનો 23 બેઠકો ઉપર અને રોયલ ગૃપનો 8 બેઠકો ઉપર વિજય થયો છે. રોયલ ગૃપ દ્વારા રીવાઇવલ ગૃપ ઉપર ભ્રષ્ટાચાર, અંધેર વહીવટ જેવા અનેક આક્ષેપો કરવામાં આવ્યા હતા. આમ છતાં, રોયલ ગૃપનો કારમો પરાજય થયો હતો.

રીવાઈકલ ગૃપનો કબ્જો

પ્રતિ ત્રણ વર્ષે યોજાતી બરોડા ક્રિકેટ એસોસિએશનની તા.27 સપ્ટેમ્બરના રોજ 6 વર્ષ બાદ ચૂંટણી યોજાઇ હતી. આ ચૂંટણી મહારાજા સમરજીતસિંહ ગાયકવાડના સમર્થક રોયલ ગૃપ અને ઉદ્યોગપતિ પ્રણવ અમીનના રીવાઇવલ ગૃપ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ બની ગઇ હતી. આ જંગમાં ઉદ્યોગપતિ પ્રણવ અમીનના રીવાઇવલ ગૃપે 31 બેઠકોમાંથી 23 બેઠકો ઉપર વિજય મેળવીને બરોડા ક્રિકેટ એસોસિએશન ઉપર કબજો જમાવ્યો હતો.

68.5 ટકા મતદાન થયું હતું

શુક્રવારે સવારે યોજાયેલી જ્યોતિ ગાર્ડન ખાતે યોજાયેલી ચૂંટણીમાં 68.5 ટકા મતદાન થયું હતું. મતદાન પૂરું થયા બાદ ગાર્ડન ખાતેજ મતગણતરી હાથ ધરાઇ હતી. વહેલી સવાર સુધી ચાલેલી મતગણતરીના અંતે પ્રમુખ તરીકે રીવાઇવલ ગૃપના પ્રણવ અમીન, ઉપપ્રમુખ પદે શીતલ મહેતા ચૂંટાઇ આવ્યા હતા. જ્યારે સેક્રેટરી પદે રોયલ ગૃપના અજીત લેલે અને જોઇન્ટ સેક્રેટરી પદે પરાગ પટેલ ચૂંટાઇ આવ્યા હતા. બી.સી.એ.માં મહત્વની મનાતી પાંચ સભ્યોની એપેક્ષ કમિટી (મેનેજિંગ કમિટી) માં રીવાઇલ ગૃપના ત્રણ ઉમેદવાર કમલકાંત પંડ્યા, અંકિન શાહ, રશ્મી શાહ જ્યારે રોયલ ગૃપમાંથી જય બક્ષી અને કલ્યાણ હરીભક્તિ ચૂંટાઇ આવ્યા હતા. જ્યારે ટ્રેઝરર પદે રીવાઇવલ ગૃપના અજીત પટેલ ચૂંટાઇ આવ્યા છે.આ ઉપરાંત રોયલ ગૃપના અન્ય ત્રણ ઉમેદવારોમાં ફાઇનાન્સ કમિટીમાંથી અનંત તેડુંલકર, પ્રેસ કમિટીમાંથી ચિરાગ ઝવેરી, ડો. રવિન્દ્ર દેસાઇ અને ગ્રાઉન્ડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રકચર કમિટીમાંથી કોન્નોર વિલીયમ ચૂંટાઇ આવ્યા હતા. બાકીના તમામ સભ્યો રીવાઇવલ ગૃપના ચૂંટાઇ આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here