બંધ : હ્યુન્ડાઇ એલેન્ટ્રાનું બેઝ વેરિઅન્ટ S ડિસકન્ટિન્યૂ કરાયું, હવે કાર 3 વેરિઅન્ટમાં ઉપલબ્ધ જેની પ્રારંભિક કિંમત 18.49 લાખ રૂપિયા

0
7

દિલ્હી. હ્યુન્ડાઇએ તેની પોપ્યુલર સિડેન એલેન્ટ્રાની રિફ્રેશ લાઇનઅપ રજૂ કરી દીધી છે.નવી લાઇનઅપથી કંપનીએ તેનું બેઝ S વેરિઅન્ટ ડિસકન્ટિન્યૂ કરી દીધું છે. એટલે કે હવે આ કારનું પ્રોડક્શન કરવામાં નહીં આવે. એલાન્ટ્રા હવે ફક્ત ત્રણ વેરિઅન્ટ SX મેન્યુઅલ, SX ટોમેટિક અને SX(O) ઓટોમેટિકમાં મળશે. બેઝ વેરિઅન્ટ બંધ થયા પછી તેની પ્રારંભિક કિંમત 18.49 લાખ રૂપિયા થઈ ગઈ છે. બેઝ S વેરિઅન્ટની કિંમત 15.89 લાખરૂપિયા હતી. તેમાં BS6 2.0 લિટર પેટ્રોલ એન્જિન મળશે.

હ્યુન્ડાઇ એલેન્ટ્રા 2020 વેરિઅન્ટ પ્રમાણે કિંમત

વેરિઅન્ટ કિંમત
SX MT 18.49 લાખ રૂપિયા
SX AT 19.49 લાખ રૂપિયા
SX(O) AT 20.39 લાખ રૂપિયા

 

14.6kmpl એવરેજ મળશે

નવી હ્યુન્ડાઇ એલેન્ટ્રામાં BS6 કમ્પ્લાયન્ટ 2 લિટર પેટ્રોલ એન્જિન મળશે. આ 6,200 rpm પર 152PS પાવર અને 4,000 rpm પર 192Nm ટોક જનરેટ કરે છે. તેમાં બેટ રાન્સમિશન મોડ અવેલેબલ છે,જેમાં 6 સ્પીડ મેન્યુઅલ અને 6 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્મિશન સામેલ છે. બંનેમાં લિટર દીઠ 14.6 કિમીની એવરેજ મળશે, જે ARAI સર્ટિફાઇડ છે. અપડેટેડ એલાન્ટ્રા સાથે ઓફર હેઠળ 3 વર્ષ/અનલમિટેડ વોરંટી અને ત્રણા વર્ષ માટે રોડ સાઇડ આસિસ્ટન્ટ મળશે.

બેઝ SX વેરિઅન્ટના એવાન્સ્ડ ફીચર્સ

અપડેટેડ એલાન્ટ્રાના નવા SX વેરિઅન્ટમાં LED DRL, Led ટેલલેમ્પ્સ, ઇલેક્ટ્રિક સનરૂફ, મેન્યુઅલ સીટ હાઇટ અડજસ્ટમેન્ટ ફોર ડ્રાઇવર, ડ્યુઅલ ઝોન ક્લાઇમેટ કન્ટ્રોલ, રિઅર એસી વેન્ટ્સ, કૂલ્ડ ગ્લોવબોક્સ, ટિલ્ટ એન્ડ ટેલિસ્કોપિક સ્ટિયરિંગ વ્હીલ અડજસ્ટમેન્ટ, 8 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ વિથ એન્ડ્રોઇડ ઓટો /એપલ કાર પ્લે, બ્લુલિંક કનેક્ટેડ કાર ટેક્નોલોજી,હેન્ડ્સ ફ્રી સ્માર્ટ ટ્રંક, ક્રૂઝ કન્ટ્રોલ, પુશ બટન સ્ટાર્ટ, ઇલેક્ટ્રિકલી ડજસ્ટેબલ એન્ડ ફોલ્ડેબલ એન્જ ફોલ્ડેબલ આઉટર મિરર જેવાં ફીચર્સ મળશે.

ટૂંક સમયમાં જ ડીઝલ વર્ઝન પણ લાવશે

કંપની ટૂંક સમયમાં જ તેનું ડીઝલ વર્ઝન લોન્ચ કરવાની તૈયારીમાં છે. રિપોર્ટ અનુસાર, તેમાં 1.5 લિટરનું ડીઝલ એન્જિન જે હ્યુન્ડાઇની અન્ય કાર્સ જેવી કે ન્યૂ જનરેશન ક્રેટા, વેન્યૂ અને વર્ના ફેસલિફ્ટમાં પણ મળે છે. તેમાં 115PS અને 250Nm ટોર્ક મળશે. તેમાં 6 સ્પીડ મેન્યુઅલ અથવા 6 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન મળી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here